________________
૧ પુષ
ધર્મબોધ-ગ્રંથમાળા : ૧૪ :
हितं मितं प्रियं स्निग्धं, मधुरं परिणतिप्रियम् । भोजनं वचनं चापि, भुक्तमुक्तं प्रशस्यते ॥ १ ॥
તે ભેજન જમેલું અને તે વચન બોલેલું ઉત્તમ ગણાય છે કે જે હિત એટલે લાભકર્તા હોય, મિત એટલે માપસર હાય, પ્રિય એટલે રુચિકર હેય, નિશ્વ એટલે ઘી તેલવાળું કે સારા શબ્દાવાળું હોય, મધુર એટલે સ્વાદિષ્ટ કે કર્ણપ્રિય હોય અને પાકકાળે કે પરિણામે ઈષ્ટ હેય.
અહિતકર વચન બોલવું, તેના કરતાં મન રહેવું શું ખોટું?
જે વાણું મધુર હોય અને હિતકર હોય પણ તથ્યથી વેગળી હોય એટલે કે અસત્ય હાય, તે પણ બોલવી ઉચિત નથી. કહ્યું છે કે
वितहं वि तहामुत्ति, जं गिरं भासए नरो । तम्हा सो पुट्ठो पावेणं, किं पुण जो मुसं वए ? ॥१॥
જે મનુષ્ય ભૂલથી પણ દેખીતું સત્ય પરંતુ વાસ્તવિક અસત્ય એવું વચન બોલે છે, તે પાપથી ખરડાય છે, તે જેઓ જાણી–બૂઝીને અસત્ય બેલે છે, એના પાપનું તે કહેવું જ શું?
તાત્પર્ય કે-કઠોર, અહિતકર અને અસત્ય વચન બોલવું એ પાપના પ્રવાહને ગતિમાન કરનાર મૃષાવાદ છે, તેથી તેને સદંતર ત્યાગ કર ઘટે છે. નિર્ગથ મહષિઓએ કહ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com