________________
ધધગ્રંથમાળા
: ૧૬ :
: પુષ્પ
i
કેટલાક મનુષ્યા ખાર હાથનુ” ચીભડું ને તેર હાથનું ખી’ જેવી વાત કરે છે. ત્યારે જ સતાષ પામે છે; તેા કેટલાક મનુષ્યા રજમાંથી ગજ કરે છે, એટલે કે એક નાની સરખી વાતને શણગારીને ખૂબ માટી બનાવી દે છે કે તેમાં મીઠું – મરચું ભભરાવીને તેને ઘણી જ તીખી-તમતમતી બનાવી દે છે. આ જાતની આદતથી તેમને પેાતાને મોટુ નુકશાન એ થાય છે કે તેમની વાતના કેાઈ વિશ્વાસ કરતું નથી અને બીજાને જે નુકશાન થાય છે, તેના તેા અંદાજ કાઢવા પણ મુશ્કેલ છે. ગપ્પાંએ કે અધસત્ય વાર્તાએ અનેક મનુષ્યના શાંત સંસારને સળગાવી દીધા છે, અનેક આખરુદાર માણસાની આખરુનાં લીલામ કર્યાં છે અને અનેક પ્રામાણિક માણસાની પ્રતિષ્ઠાના નિયપણે નાશ કર્યાં છે; તેથી ઉચિત એ છે કેપાપીઓની પ`ક્તિમાં ન બેસવા ઈચ્છનારે કાઈ પણ જાતનું ગપ્પુ મારવું નહિ કે કેાઈ પણ વાતને મીઠું-મરચું ભભરાવીને કહેવી નહિ.
મૃષાવાદને ત્યાગ કરનારે ઊંડાણમાં ઉતર્યાં વિના કોઈ પર આક્ષેપ મૂકવા, એ ચેગ્ય નથી. તેમ જ કોઈ બે કે વધારે વ્યક્તિએ એકાંતમાં ઊભી રહીને વાતા કરતી હાય, તા તેઓ અમુક પ્રકારની વાતેા કરતા હતા, એવું ઉતાવળું અનુમાન કરી લેવું, એ પણ ઉચિત નથી; કારણ કે એવાં અનુમાને ઘણીવાર સદંતર ખાટાં હાય છે. વળી સ્ત્રીની કે મિત્રાની છુપી વાતાને પ્રકટ કરી દેવી અને તેમને અતિ કઢંગી હાલતમાં મૂકી દેવાં, એ પણ એટલું જ અનુચિત છે. તે જ રીતે કાઈ પણ માણુસને ખાટી સલાહ આપવી કે એ માણુસ વચ્ચે તકરાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com