________________
: ૧૭ :
પાપને પ્રવાહ થાય તેવી વાત કહેવી કે જે શા જાણવામાં નથી, તે જાણુવાનો ડોળ કરી, તેના વિષે ભળતી જ સલાહ આવી, તે પણ અનુચિત છે. અને ખોટા ચેપડા લખવા, બનાવટી દસ્તાવેજો ઊભા કરવા કે કામના કાગળના અક્ષરે ફેરવી નાખવા, એ પણ તેટલું જ અનુચિત છે.
અનેક અનર્થના કારણરૂપ મૃષાવાદને મન, વચન અને કાયાથી ત્યાગ કરનાર પાપના પ્રવાહને મોટા પ્રમાણમાં અટકાવી શકે છે અને આ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી પારમાર્થિક હિતની સાધના પણ કરી શકે છે. વળી એ વાત પણ સદેવ યાદ રાખવી ઘટે છે કે વ્યવહારમાં સત્યનું પ્રમાણ જેટલું વધારે, તેટલું આ જગતમાં સમતા, શાંતિ અને વ્યવસ્થાનું પ્રમાણ વધારે. તેથી સમાજસેવા, રાષ્ટ્રદ્ધાર કે વિશ્વ વાત્સલ્ય ઈરછનારે સત્યને આગળ કરીને જ સઘળે વ્યવહાર ચલાવ ઈષ્ટ છે.
ગશાસ્ત્રના મતથી સદા સત્ય બોલનારને વચન-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે કે તે જે પ્રમાણે બોલે છે તેવી જ ઘટનાઓ બને છે.
૩. અદત્તાદાન (ચેરી) પાપનું ત્રીજું ઉદ્ગમસ્થાન અદત્તાદાન છે. અદત્ત એટલે અણદીધેલું કે ન આપેલું અને આદાન એટલે ગ્રહણ કરવું કે લેવું, અર્થાત જે વસ્તુ તેના માલીકે રાજીખુશીથી આપેલી નથી તે લઈ લેવી, એ અદત્તાદાન છે. ચેરી, સ્તેય, પદ્રવ્યહરણુ એ તેના પર્યાય શબ્દ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com