________________
ચૌદ
પાપને પ્રવાહ એ મારેલાં પ્રાણીઓનું માંસ વેચાતું લાવીને વાપરીએ તેમાં શું દોષ? આ મનુષ્યએ એમ સમજવું ઘટે છે કે-માંસ ખાનારાઓ છે, માટે જ માંસ વેચનારાઓ જીવની હિંસા કરે છે, તેથી જેઓ માંસ ખાય છે, તેને જ જીવહિંસાનું પાપ લાગે છે. આ વિષયમાં ઋતિકાર મનુષના શબ્દો મનન કરવા યોગ્ય છે. તે કહે છે કે “માસના વિષયમાં અનુમોદન આપનાર, વિભાગ કરનાર, ઘાત કરનાર, વેપાર કરનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધા જ ઘાતક છે.”
એમ કહેવાય છે કે – निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ १ ॥
વ્યવહારકુશલ માણસે નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષમી ઈરછા પ્રમાણે આવે કે જાય અથવા મરણ આજે જ થાય કે કાળાંતરે થાય, પણ ધીર પુરુષ ન્યાયના માર્ગથી જરા પણ ચલિત થતા નથી.
તે હિંસા એ કયા પ્રકારને ન્યાય છે? આપણા પ્રાણ જેટલા આપણને પ્રિય છે, તેટલા અન્યના પ્રાણ અન્યને પ્રિય છે કે નહિ? અથવા જીવવા જેવું આપણને ગમે છે, તેવું બીજાને પણ ગમે છે કે નહિ? અથવા આપણને એક નાને સરખે કાંકરે ખૂંચે કે બાવળ–શેરડીને મટે વાગે તે પણ કેટલું દુઃખ થાય છે? તે જેનાં અંગે તીક્ષ્ણ ધારવાળા શસ્ત્રાથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat