________________
પાપનો પ્રવાહ
પ્રજ્ઞાનિધાન પરમપુરુષોએ એ વાતઃ પુનઃ પુનઃ ઉચ્ચારી છે કે “પ ટુરં વાત–આ જગતમાં જે કંઈ સુખ દેખાય છે, તેનું કારણ ધર્મ છે અને જે કંઈ દુઃખ દેખાય છે, તેનું કારણ પાપ છે; માટે સુખના અભિલાષી આત્માઓએ પાપકર્મ કરવું પણ નહિ અને કરાવવું પડ્યું નહિ. તેમજ કેઈ પાપાચરણ કરતું હોય તેની અનુમોદના પણ કરવી નહિ.”
સર્વનું સમાન હિત ચાહનારા સંતપુરુષેએ ફરી ફરીને શિખામણ આપી છે કે
दुःखं वरं चैव वरं च भैक्ष्यं, वरं च मौख्य हि वरं रुजोऽपि । मृत्युः प्रवासोऽपि वरं नराणां,
परं सदाचारविलङ्घनं नो ॥१॥ દુઃખ ભોગવવું સારું, ભિક્ષા માગવી સારી, અથવા મૂર્ખતા પણ સારી, રેગ આવે તે પણ સારા અને મૃત્યુ થાય કે સદા ફરતું રહેવું પડે તે પણ સારું, પરંતુ મનુષ્યએ સદાચારનું ઉલ્લંઘન કરવું સારું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com