SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબોધ-ગ્રંથમાળા : ૪૬ : : પુષ્પ લઈ જતા માનરૂપ વૃક્ષને મૃદુતા કે નમ્રતારૂપ નદીના પ્રવાહથી ઉખેડી નાખવું યોગ્ય છે. અભિમાનને લીધે મનુષ્ય વાદવિવાદમાં ઊતરે છે, ઉડાઉ ખર્ચ રાખે છે, બેટા ઝઘડાઓ કરે છે અને યુદ્ધ પણ ચડે છે. વળી તે નાના મેટાને ભેદ પણ ચૂકી જાય છે અને ન બલવા જેવાં વેણ બેલીને મિત્ર કે મુરબ્બીઓનું અપમાન પણ કરે છે, તેથી માનવડે દેશેની વૃદ્ધિ થાય છે, એ સુનિશ્ચિત છે. વળી માનથી અક્કડાઈ આવે છે, એટલે વિનયને લેપ થાય છે, વિનયને લેપ થતાં વિદ્યાને પણ લેપ થાય છે અને વિદ્યાને લેપ થતાં સારાસારને વિવેક ભૂલી જઈ અસાર વસ્તુની પ્રાપ્તિમાં પ્રયત્નશીલ પણ થાય છે, તેથી માનવડે ગુણે નીચે જાય છે, એ નિઃસંશય છે. આમ દરેક રીતે નુકશાન કરનારા માનનું પિષણ શા માટે કરવું? તેને બદલે મૃદુતા કે નમ્રતાને ધારણ શા માટે ન કરવી કે જેથી વિકાસને માર્ગ ખુલે થાય અને આત્મા ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે? તાત્પર્ય કેસુજ્ઞજનેએ માનને પાપપ્રવાહનું પ્રબળ ઉદ્દગમસ્થાન જાણીને, તેને સદંતર ત્યાગ કર ઘટે છે. (૮) માયા કુડ, કપટ, છલ, છેતરપીંડી, વંચના, વક્રતા, શઠતા કે કુટિલતાને આશ્રય લેનારી મનવૃત્તિને માયા કહેવામાં આવે છે. તે મૃષાવાદની માતા છે, શીલ વૃક્ષને છેદનારી કુહાડી છે, અજ્ઞાનની જન્મભૂમિ છે અને દુર્ગતિના દરવાજા દેખાડનારી દુદત દ્વારપાલિકા છે. તેથી જ સુજ્ઞજનેએ કહ્યું છે કેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy