________________
ધમાલગ્રંથમાળા : ૭૬ : તથા ધન સંગ્રહ કરનારને ગુરુ માને છે અને જીવહિંસામાં ધર્મ માને છે. તાત્પર્ય કે-આ સંગોમાં તેનું કલ્યાણ થવાની કઈ સંભાવના નથી.
એક મહર્ષિએ ઠીક જ કહ્યું છે કે કષ્ટ કરો પરે પરે દમે અપા, ધર્મ અથે ધન ખરચેજી; પણ મિથ્યાત્વ છતે તે જ હું, તિણે તેહથી તુમ વિરમજી.
ધર્મ કરવાનાં નિમિત્તે ગમે તેટલું કષ્ટ ઉઠાવે, ગમે તેટલું આત્મદમન કરે અને ગમે તેટલું ધન ખરચે, પણ મિથ્યાત્વ હશે તે એ બધું નિરર્થક છે, માટે હે મુમુક્ષુઓ ! તમે મિથ્યાત્વથી અટકે-મિથ્યાત્વને દૂર કરે. કિરિયા કરતે ત્યજતે પરિજન, દુઃખ સહીત મન રીઝે છે; અંધ ન જીપ પરની સેના, તિમ મિથ્યાદષ્ટિ ન સીઝે છે.
મિથ્યાદષ્ટિ મનુષ્ય વિવિધ પ્રકારની યિાએ કરીને, સ્વજનસંબંધીઓને ત્યાગ કરીને તથા નાના પ્રકારનાં દુઃખે સહન કરીને ધર્મ કયોને સંતોષ અનુભવે છે, પણ આંધળે નાયક જેમ પારકી સેનાને જીતી શકતું નથી, તેમ મિથ્યાત્વથી અંધ થયેલો તે મનુષ્ય સંસારસાગરને પાર પામી શકતું નથી.
મિથ્યાત્વને વિસ્તાર આગળના પુપમાં અનેક દૃષ્ટિએ અનેક વાર કરે છે, એટલે અહીં તેનું આટલું વર્ણન પર્યાપ્ત માનીએ છીએ ને પાઠકેને એક વધુ વાર આ અઢારે પાપ-સ્થાનકેથી વિરમવાને આગ્રહપૂર્ણ અનુરોધ કરીને વિરમીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com