________________
ચૌદમું :
: ૫૩ :
પાપને પ્રવાહ ક્રોધ પ્રીતિ કે સદુભાવને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રને એટલે વિશ્વાસને નાશ કરે છે, પરંતુ લોભ તે સર્વને નાશ કરે છે.
લેભને સર્વનાશક કહેવાને હેતુ એ છે કે-લેભી મનુષ્ય લભવશાત્ જૂઠું બોલે છે, અણુદીધેલી વસ્તુ ઉપાડી લે છે, પરિગ્રહમાં વધારે કર્યા કરે છે અને હિંસા પણ કરે છે. કહ્યું છે કે
स्वामिगुरुबन्धुवृद्धानबलान् जीर्णदीनादीन् ।. व्यापाद्य विगतको, लोभात्तॊ वित्तमायत्ते ॥१॥
લોભને વશ થયેલે પુરુષ પોતાના માલીક, ગુરુ, બધુ, વૃદ્ધ, સ્ત્રી, બાળક, દુર્બલ અને અનાથોને પણ નિઃશંક મારી નાખીને ધન ગ્રહણ કરે છે.
લેભી મનુષ્ય પોતાની ઈચ્છા પૂરી ન થતાં ક્રોધે ભરાય છે, અથવા કંઈક પ્રાપ્તિ થાય છે તે અભિમાન કરે છે, વિવિધ પ્રકારના છલ-કપટ કે માયાને આશ્રય લે છે અને તે મિત્રો કે મુરબ્બીઓ સાથે પણ લડે છે. આ રીતે લેભની સર્વનાશકતા જોઇને જ સંતાએ કહ્યું છે કેઃ
अर्थमनर्थ मावय नित्यं, नास्ति ततः सुखलेशः सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः, सर्वत्रैषा विहिता रीतिः ॥१॥
હે મુમુક્ષુ ! તું ધનને નિરંતર અનર્થરૂપ માન. સત્ય હકીકત એ છે કે તેનાથી સુખને અંશ પણ પ્રાપ્ત થતું નથી. જે ઘણે ધનવાળો હોય છે, તેને (બીજાને ભય તે હોય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com