________________
ચૌદમું : - ૬૯ :
પાપને પ્રવાહ વિચારીને હર્ષ કરવે નહિ અને આપત્તિ આવે તે એને પૂર્વ પાપને ઉદય સમજીને વિષાદ કર નહિ. તાત્પર્ય કે–બંને અવસ્થામાં પ્રસન્ન રહીને પિતાનાં વર્તમાન કર્તવ્યને જ સુધારવાં.
જ્યાં ઈરછાએ બળવાન હોય છે, વાસનાઓ જોરદાર હોય છે અને પૌગલિક પદાર્થો પ્રત્યે પરમ પ્રીતિ હોય છે, ત્યાં હર્ષ અને શેકનું સામ્રાજ્ય જામી પડે છે, તેથી ઈચ્છાઓનું દમન કરવું, વાસનાઓને કાબૂમાં રાખવી અને પૌગલિક પદાર્થોની નિઃસારતા ચિંતવવી એ સાચું ડહાપણ છે.
મારી અમુક ઈચ્છા પૂરી ન થઈ, મારું અમુક કામ પાર ન પડયું વગેરે વિચાર કરીને આત્માને શેકસંતપ્ત કર નહિ. કહ્યું છે કેઃ
गते शोको न कर्तव्यो, भविष्यं नैव चिन्तयेत् ।। वर्तमानेन योगेन, वर्चन्ते हि विचक्षणाः ॥ १॥
જે વાત બની ગઈ તેનો શેક ન કર, તેમજ ભવિષ્યની ચિંતાઓ પણ કરવી નહિ, કારણ કે ભવિષ્ય એ વર્તમાન કાળનું જ પરિણામ છે. તેથી વિચક્ષણ પુરુષ વર્તમાન રોગને જ સંભાળે છે.
હષ અને શાક બંને મનની કલ્પનાઓ છે અને તેને સમજણથી જીતી શકાય છે, માટે સુજ્ઞજનેએ ઉરચ પ્રકારની સમજ કેળવીને હર્ષ શેક પર કાબૂ રાખ.
( ૧૬ ) પર પરિવાદ. કેઈની નિંદા કરવી, કોઇની કુથલી કરવી, કેઈનું ઘસાતું બોલવું કે કેઈનું કપાતું બોલવું, તેને પરપરિવાદ કહેવામાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat