________________
ૌદમું :
: ૬૭ :
પાપને પ્રવાહ કરે છે, તે આપણી કઈ પણ નબળી વાત બીજાને નહિ કહે તેની શું ખાતરી ?' આ વિચાર કેઈ પણ સુજ્ઞ મનુષ્યને આવે છે, તેથી તેઓ ચાડી ખેર મનુષ્યના સાંભળતા કેઈ પણ વાત કરતા નથી, એટલું જ નહિ પણ તેનાં પગલાં ક્યારે ટળે, તેની રાહ જોતા હોય છે. તેથી સુજ્ઞજનેએ પશુન્યને પડછાયે લેવે પણ કલ્પત નથી.
પશુન્યને અર્થ દુર્જનતા કરીએ તે તેનાથી દશ કાશ દૂર રહેવું ઘટે છે, કારણ કે દુર્જનતાવાળો મનુષ્ય વિદ્યાથી ગમે તે અલંકૃત હોય તે પણ સર્ષની જેમ સર્વથી તજાય છે અને ભયંકર તિરસ્કારને પાત્ર થાય છે.
(૧૫) રતિ-અરતિ. - રતિ એટલે હર્ષ, અરતિ એટલે શોક. જ્યાં હર્ષ હેય છે ત્યાં શોક અવશ્ય હોય છે, તેથી બંનેને સંયુક્ત નિર્દેશ કરવામાં આવ્યું છે.
હર્ષ અને છેક ચિત્તની સ્વસ્થતાને ડહેળે છે, વિચારની મધ્યસ્થતામાં ભંગ પાડે છે તથા વિવેકના દીપ ઉપર એક જાતનું આવરણ ખડું કરી દે છે, તેથી તેમની ગણના પાપપ્રવાહના એક ઉદ્દગમસ્થાન તરીકે કરવામાં આવી છે. નિગ્રંથ મહર્ષિઓને એ અભિપ્રાય છે કે जीऊं मरणेण समं उपमह जुबणं सह जराए.। रिद्धी विणाससहिआ, हरिसविसाओ न कायद्यो ॥१॥
જીવન મૃત્યુવાળું છે, યૌવન વૃદ્ધાવસ્થાવાળું છે અને રિદ્ધિ વિનાશવાળી છે; તેથી હર્ષ અને શાક કરવે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com