________________
ધર્મગ્રંથમાળા : ૬૬ : આવ્યું? અધ્યાની ગાદીના સાચા વારસદાર રામને ગાદી છોડવી પડી, ચૌદ વરસને કારણે વનવાસ વેઠ પડ્યો, તેમાં સીતા જેવી સતીનું હરણ થયું, તેને અનેકવિધ યાતનાઓ જોગવવી પડી. વળી તે જ કારણે રામ અને રાવણુ વચ્ચે ખૂનખાર જંગ ખેલા અને લાખો ની કતલ થઈ. બીજી બાજુ દશરથ રાજાનું મૃત્યુ થતાં કેકેયી વિધવા બની અને જે ભારતને માટે ગાદી માગી લેવામાં આવી હતી, તે ભારતને એથી જરાયે આનંદ ન થયું. તાત્પર્ય કે-એક ચુગલખેર દાસીની ભંભેરણુએ અયોધ્યાના આદર્શ રાજકુટુંબમાં નહિ ધારેલે ઉત્પાત મચાવ્યું અને તેમના સુખ-શાંતિને મહદ્દઅંશે નાશ કર્યો.
જે મનુષ્યને ચાડી-ચુગલી કરવાની ટેવ પડે છે, તેની જીભ સદા સળવળતી રહે છે. તે કેઈની પણ સેળ આની વાત સાંભળે છે કે ઝડપથી પકડી લે છે અને તેમાં પિતાના તરફથી થોડું મીઠુંમરચું ભભરાવીને તેને એવી રસિક બનાવી દે છે કે કાચા કાનના મનુષ્યને તે સાંભળવામાં ખૂબ રસ પડે છે. આવા મનુષે અનેકને દેવાળા કઢાવે છે, અનેકનાં ઘર ભંગાવે છે, અનેકના સુખી સંસારને સળગાવી મૂકે છે અને કેઈનું કંઈ ભલું થતું હોય કે ઠેકાણું પડતું હોય તે તેને પિતાની આ દુષ્ટ ટેવથી તેડી પાડે છે. બદલામાં તેને ફૂટી કેડી પણ મળતી નથી, એટલું જ નહિ પણ ચાડિયા કે ચુગલખારને ઈલકાબ પ્રાપ્ત થાય છે અને તેની પ્રતિષ્ઠાને ક્ષયરેગીના શરીરની જેમ શીઘ ક્ષય થાય છે.
જે મનુષ્ય એકની નબળી વાત બીજાને કરે છે, બીજાની નબળી વાત ત્રીજાને કરે છે અને ત્રીજાની નબળી વાત ચેથાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com