________________
ચૌદમું :
પાપનો પ્રવાહ
પત્નીએ કહ્યું: “પાપી તારે બાપ !'
જ્યાં આ પ્રકારને દંતકલહ કે જીભાજોડી નિત્ય ચાલુ હોય ત્યાં સુખ અને શાંતિ ક્યાંથી હોય? અને લક્ષમી પણ કેમ ટકે?
દંતકલહ જે ઘરમાં હોય,
લીનિવાસ તિહાં નવિ જય. કેટલાક દુષ્ટ પ્રકૃતિના મનુષ્ય જાણીબૂઝીને ઝગડે કરે છે અને સામાને વાંકમાં લાવી પિતાનું મનમાન્યું કરે છે. આવા પ્રસંગે કંઈ પણ ન બેલતાં ચૂપ રહેવું એ જ ઉત્તમ છે, અન્યથા બકરીનાં બચ્ચાં જેવી સ્થિતિ થાય છે.
કેઈ ઝરાના કિનારે એક વરુ અને એક બકરીનું બચ્ચું પાણી પીતાં હતાં. તેવામાં વરુની દાનત બગડી એટલે તે બોલ્યું: “અરે નાદાન ! તું પાણી કેમ ડહોળી નાખે છે ? • તારું ડહાળેલું પાણી મારી તરફ આવે છે તે જોતું નથી ?”
બકરીનાં બચ્ચાંએ કહ્યું: “મહેરબાન ! તમે ઉપરના ભાગમાં પાણી પીએ છે ને હું નીચેના ભાગમાં પાણી પીઉં છું, તે મારું પાણી તમારી તરફ કેવી રીતે આવે ?”
વએ કહ્યું: “ સામે જવાબ આપતાં શરમ નથી આવતી? આજથી છ મહિના પહેલાં તેં જ મને ગાળ દીધી હતી, ખરું ને ?”
બકરીનાં બરચાએ કહ્યું: “મારે જન્મ થયાને હજી ત્રણ મહિના થયા છે તે છ મહિના પહેલાં ગાળ કેવી રીતે દીધી હશે?”
વરુએ કહ્યું: “વધારે બોલવાની જરૂર નથી. તે નહિ તે તારા બાપે ગાળ દીધી હશે અને તારા બાપે નહિ દીધી હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com