________________
ચૌદમું :
: ૬૩ :
પાપને પ્રવાહ અને જ્ઞાતિ, જાતિ, સમુદાય, સંપ્રદાય કે રાષ્ટ્રને પાયમાલીના પથે ધકેલે છે, તેથી એને આશ્રય ન લે એ જ ઈષ્ટ છે.
જે પુરુષો ક્ષમા, ઉદારતા, સહનશ્ચલતા, નમ્રતા, સરલતા, સંતેષ, ધીરજ, ન્યાયવૃત્તિ અને સમભાવ જેવા ઉમદા ગુણે કેળવે છે, તે કલહવૃત્તિ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકે છે અને છેવટે સર્વ કલેશાથી મુક્ત થઈને પરમાનંદની પ્રાપ્તિ કરી શકે છે.
(૧૩) અભ્યાખ્યાન. શાસકાર મહર્ષિઓએ અભ્યાખ્યાનની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ “સામિકુશેન આચાર્જ રોપારિજામસ્થાથાનઅભિમુખતાથી કહેવું એટલે કે કોઈના દેશે પ્રકટ કરવા તે અભ્યાખ્યાન કહેવાય છે. ”
કેઈની ભૂલ જણાતાં તેને એકાંતમાં બેલાવીને કહેવું કેતમારી અહીં ભૂલ થાય છે અથવા તે તમે આ ખોટું કરી રહ્યા છે” એ એક વાત છે અને તેને પાંચ માણસની વચ્ચે ઉતારી પાડે, એ બીજી વાત છે. એકમાં તેના પ્રત્યે લાગણી છે અથવા તેને સુધારવાની વૃત્તિ છે, જ્યારે બીજામાં તેને હલકો પાડવાને સંતોષ છે અથવા તેને સ્થાનભ્રષ્ટ કરવાને પ્રયાસ છે. આ કારણે સજજન પુરુષે કેઈની પણ જાહેરમાં આકરી ટીકા કરતા નથી કે તેને પાંચ માણસની વરચે ઉતારી પાડતા નથી, પરંતુ પ્રસંગ જોઈને કહેવા યોગ્ય બે શબ્દો એકાંતમાં જ કહે છે અને તેની અસર ઘણું સુંદર થાય છે.
સામાનું દષ્ટિબિંદુ સમજ્યા વિના તે અમુક વિચારે જ ધરાવે છે કે અમુક ઈરાદાઓ જ રાખે છે, એમ કહેવું તે પણ એક પ્રકારનું અભ્યાખ્યાન જ છે. એનું પરિણામ વળતા આક્ષેપમાં
www.umaragyanbhandar.com
તે તમે
ઉતારી પાડવામાં એક વાત છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat