________________
ધમધ-ચંથમાળા : ૬૦ :
સર્વ દુઃખનો અંત આણનાર નિર્વાણપદની ઈચ્છા કરનારે સાવધાન થઈને સમભાવરૂપ શસ્ત્રવડે રાગ અને દ્વેષરૂપ શત્રુને વિજય કરો.
अमन्दानन्दजनने साम्यवारिणि मजताम् । जायते सहसा पुसां रागद्वेषमलक्षयः ।। प्रणिहन्ति क्षणार्धन साम्यमालम्ब्य कर्म तत् । यन्न हन्यानरस्तीवतपसा जन्मकोटिभिः ॥१॥
મહાઆનંદને ઉત્પન્ન કરનાર, સમભાવરૂપ પાણીમાં ડૂબકી મારનાર પુરુષને રાગ અને દ્વેષરૂપી મેલ જલદી નાશ પામે છે.
મનુષ્ય સમભાવનું આલંબન લઈને એક મુહૂર્ત બે ઘડી)માં જે કર્મને ક્ષય કરે છે, તે તીવ્ર તપવાળા કરે જન્મમાં પણ કરી શકતા નથી.
(૧૨) કલહ. કલહ એટલે કજિયે, કંકાસ, ઝઘડે કે ટટે. તે ક્રોધાદિ કષાયને કુટુંબી છે અને રાગ તથા શ્રેષને દિલેજાન દેસ્ત છે, તેથી તેને પાપસ્થાનકની પંક્તિમાં બેસાડવામાં આવ્યું છે.
એક પતિદેવે કહ્યું “ અલી ” તું આ ઘરની સારસંભાળ કેમ કરતી નથી ?”
પત્નીએ કહ્યું: “ગમાર ! તું પોતે જ એ કેમ કરતા નથી? પતિદેવે કહ્યું: “અરે કોધમુખી ! તું આ શું બોલે છે?” પત્નીએ કહ્યું “ કાળમુખા ! હું સાચું જ કહું છું.” પતિદેવે કહ્યું: “હે પાપિણુ! તું સંભાળીને બેલ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com