________________
ચૌદમું :
: ૫૭ :
પાપને પ્રવાહ રૂપની આસક્તિવાળું પતંગિયું દીવાની જ્યોતમાં ઝંપલાવે - છે અને પ્રાણુનાશને નેતરી લે છે. રસની આસક્તિવાળું માછલું સ્વાદિષ્ટ માંસને ટૂકડે ખાવા જતાં ગલના કાંટાથી વીંધાય છે અને મૃત્યુ પામે છે. ગંધની આસતિવાળા ભમરે કમલમાં બીડાય છે અને કાળને કેળિયે બની જાય છે. સ્પર્શ સુખની આસકિતવાળે હાથી સ્પર્શમુખને અનુભવ લેવા જતાં ખાડામાં પડી જાય છે અને કાયમને ગુલામ બને છે. જ્યાં એક એક વિષયની આસક્તિ આ અનર્થ ઉપજાવતી હોય ત્યાં પાંચ વિષયની આસક્તિનું કહેવું જ શું? શબ્દની લાલસાએ અનેકનાં સાન-ભાન ભૂલાવ્યાં છે અને તેમને પાયમાલ કર્યા છે. રૂપની લાલસાએ અનેક નરબંકાઓ રણમાં રોળાયા છે અને અમૂલ્ય માનવજીવન હારી ગયા છે. ગંધની લાલસા પણ એટલી જ અનર્થકારી છે. રસની લાલસાએ ખડતલ મનુષ્યને કાયમના રોગી બનાવી દીધા છે અને તેમની અમૂલ્ય જીવનસંપત્તિ હરી લીધી છે. સ્પર્શની લાલસાએ પણ મનુષ્યના અનેક સગુણેને નાશ કર્યો છે અને તેને લગભગ ૫શુકટિમાં મૂકી દીધો છે. એટલે કામરાગ મનુષ્યને મેટામાં મોટો શત્રુ છે અને તેને નાશ કર્યો જ છૂટકે. કુટુંબીજને કે મિત્રે વગેરે પર સનેહ રાખવે એ નેહરાગ કહેવાય છે. આ રાગના પરિણામે પણ મનુષ્ય અનેક પ્રકારની પાપમય પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે એટલે તેની ખતવણી પણ પાપસ્થાનકમાં કરવામાં આવી છે.
અહીં એટલું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે કે કુટુંબી જને કે મિત્ર વગેરે પર સ્નેહ ન રાખવે પણ સદુભાવ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat