________________
પુષ્પ
ધમધચંથમાળા : ૫૬ : જવાબ અપાય છે ? એક હબસણને જુદા જુદા વર્ગના અનેક બાળકે બતાવીને પૂછવામાં આવ્યું કે “ બાઈ, આ બધાં બાળકેમાં તને કેનું બાળક સુંદર જણાય છે?” ત્યારે હબસણે બધાં બાળકોને જોયા પછી જણાવ્યું કે “મને તે હબસીનું બાળક સુંદર જણાય છે.” આમ કેમ ? લના ગોટા જેવા અનેક બાળકો હાજર હોવા છતાં એ હબસણે આ જવાબ કેમ આપે ? એનું કારણ શોધવા માટે આપણને દૂર જવું પડે તેમ નથી. રાગથી અંધ થયેલી દષ્ટિ વિવેકને ભૂલી જાય છે અને વિવેક ભૂલાતાં આવું પરિણામ આવે તે સ્વાભાવિક છે.
જે કાર્ય માટે આપણે બીજાની વારંવાર નિંદા કરી હોય છે, બીજાની વારંવાર ધૃણું કરી હોય છે, તે જ કાર્ય જે આપણું માતાપિતા, વડીલ, ગુરુ કે કુટુંબ-પરિવારના કઈ માણસે કર્યું હોય તે તેમને બચાવ કરવા લાગી જઈએ છીએ, એ શું બતાવે છે ? રાગથી અંધ થયેલે આત્મા ન્યાયનીતિને વિસરી જાય છે અને ખુલ્લંખુલ્લા અસત્યને આશ્રય લે છે, એ નિર્વિવાદ છે. આવી સ્થિતિમાં આવી હાલતમાં નરકના દરવાજા ન ખુલે તે બીજું શું થાય ?
રાગનું સ્વરૂપ ત્રણ પ્રકારનું માનવામાં આવ્યું છે. (૧) દષ્ટિરાગ, (૨) કામરાગ અને (૩) સ્નેહરાગ. તેમાં કુપ્રવચનની આસક્તિ એ દષ્ટિરાગ છે. કુપ્રવચન એટલે ખાટા સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારાં પ્રવચને કે શા. દષ્ટિરાગ જ્યાં સુધી હોય ત્યાં સુધી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્તિ કરવી તે કામરાગ છે. એના પરિણામે અતિ ભયંકર છે. શબ્દમાં આસક્તિ રાખનારું હરણું પારધિએવડે પકડાય છે અને માથું જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com