________________
ધમબોધગ્રંથમાળા : ૫૪ : પણ) પિતાના પુત્રને ય ભય હોય છે. આવી રીતિ સર્વત્ર જેવામાં આવે છે.
જેમ ક્રોધને ક્ષમાથી જીતી શકાય છે, માનને નમ્રતાથી જીતી શકાય છે અને માયાને સરલતાથી જીતી શકાય છે, તેમ લેભાને સંતોષથી જીતી શકાય છે.
સંતેવી સદા સુખી” એ જગને અનુભવ છે. “સંતોષ સમું સુખ નહિ” એ મહર્ષિઓને મત છે અને “સતેષ એ જ પરમ નિધાન છે” એવું કરવાનું તારણ છે. તેથી સુજ્ઞ જનેએ સંતેષને ધાર અને લેભને માર એ જ સર્વથા સમુચિત છે.
(૧૦-૧૧) રાગ અને દ્વેષ. બાબરાગ હોય ત્યાં દ્વેષ હોય છે અને દ્વેષ હોય ત્યાં રાગ હોય છે, તેથી આ બંને પાપસ્થાનકને વિચાર સાથે કરવામાં આવે છે.
શાસ્ત્રકારોના અભિપ્રાયથી આત્માનું અધ:પતન કરનારી મુખ્ય બે વૃત્તિઓ તે રાગ અને દ્વેષ છે. તેમાં રાગ એ માયા અને લેભની મુખ્યતાવાની વૃત્તિ છે અને દ્વેષ એ ક્રોધ તથા માનની મુખ્યતાવાળી વૃત્તિ છે. આ બંને વૃત્તિઓની ભયંકરતાનું પૂરેપૂરું વર્ણન કરી શકાય તેવું નથી, છતાં તેને કંઈક ખ્યાલ આવે તેવા હેતુથી અહીં થોડા શબ્દ લખવામાં આવે છે.
* આ વાકય બહુલતાએ સમજવું. નવમા ગુણસ્થાનક સુધી રાગદેવ બને સાથે છે, પરંતુ દશમા ગુણસ્થાનકે એક રાગ જ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com