________________
ધમબોધ ગ્રંથમાક્ષ : ૨૪ :
ચેરીનું ચંડાળે જાય, પાપી હાથ ઘસતે થાય” એ કહેવત પણ વિચારવા જેવી છે. જે ધન મહેનત-મજૂરી કરીને કે પ્રામાણિકતાથી પેદા કર્યું હોય છે, તે મનુષ્યને સુખ અને શાંતિ આપે છે, જ્યારે ચેરીને ભેગું કરેલું ધન અનેક પ્રકારની આફતને અનુભવ કરાવે છે તથા કદિ પણ નિરાંત લેવા દેતું નથી. તે માટે પણ સુએ પારકા માલથી પૈસાદાર થવાનો મેહ છેડી પ્રામાણિકતાને આશ્રય લે ઘટે છે.
૪. મેથુન. મિથુન શબ્દ સ્ત્રી-પુરુષના યુગલને નિદર્શક છે, એટલે પુરુષ સ્ત્રીસંગની ઈચ્છાથી કે સ્ત્રી પુરુષસંગની ઈચ્છાથી તેની સાથે જે કીડા કરે છે તેને મૈથુન કહેવાય છે. સંગ, રમણ, કામક્રીડા, કંદર્પલીલા એ તેના પર્યાય શબ્દ છે.
શાસ્ત્રકારોએ મૈથુનને દુરસેવ્ય, પ્રમાદસ્વરૂપ અને ભયંકર કહ્યું છે. કારણ કે– इत्थीण जोणिमज्झे, गभगया हुंति नवलक्खा जीवा । उप्पजंति चयंति अ, समुच्छिमा जे ते असंखा ।। पुरिसेण सह गयाए, तेसिं जीवाण होइ उड्डवणं । वेणुगदिटुंतेणं, तत्तायसिलागनाएणं ॥१॥
સ્ત્રીની નિમાં ગર્ભગત જે નવ લાખ હેાય છે તથા સંમૂર્ણિમ જી અસંખ્ય હોય છે, જે ત્યાં જ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ મરે છે. આ જીવે પુરુષને સંગ થવાથી નાશ પામે છે કે જે રીતે વાંસની ભૂંગળીમાં રહેલા છે તપેલો લોઢાને સળીએ બેસવાથી નાશ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com