________________
ચૌદશે ?
: ર૯ :
પાપને પ્રવાહ વેશ્યાના મેહમાં કેણુ પડે? ધનની ઈચ્છાથી કેઢિયાઓને પણ કામદેવ સમાન જેનારી અને કૃત્રિમ સ્નેહને વિસ્તારનારી, નેહ વિનાની વેશ્યાઓને સમજુ મનુષ્યએ અવશ્ય ત્યાગ કરવો ઘટે છે.
બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છા રાખનારે કેવી પરિચર્યાથી દૂર રહેવું ઘટે છે, તે અમે “શીલ અને સૌભાગ્ય’ નામના આ ગ્રંથમાળાનાં અગિયારમા પુષ્પમાં વિગતથી દર્શાવ્યું છે.
ટૂંકમાં, મૈથુનને મહાદેષનું કારણ સમજી તેને સર્વથા ત્યાગ કરનાર પાપના પ્રવાહને ઘણે અંશે અટકાવી શકે છે અને એ રીતે પવિત્ર બનીને પિતાનું આત્મકલ્યાણ સાધી શકે છે.
૫. પરિગ્રહ (દ્રવ્યમૂચ્છ) પાપનું પાંચમું ઉદ્ગમસ્થાન પરિગ્રહ છે. તેના દેનું દશન કરાવતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે –
परिग्रहममत्वाद्धि, मजत्येव भवाम्बुधौ । महापोत इव प्राणी, त्यजेत्तस्मात्परिग्रहम् ॥ १ ॥
જેમ ઘણું ભારથી ભરેલું મોટું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ પરિગ્રહના મમત્વસ્પી ભારથી પ્રાણુઓ સંસારરૂ૫ સમુદ્રમાં ડૂબી જાય છે, માટે પરિગ્રહને ત્યાગ કર.
કઈ એમ માનતું હોય કે પરિગ્રહથી લાભ છે, તેને ઉત્તર આપતાં તેમણે જણાવ્યું છે કે –
त्रसरेणुसमोऽप्यत्र, न गुणः कोऽपि विद्यते । दोषास्तु पर्वतस्थूलाः, प्रादुःषन्ति परिग्रहे ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com