________________
ધમધ-ચથમાળ
: ૩૨ :
* પુષ્પ
કરી કે મૂલ્ય ચૂકવવા માટે તેને પોતાનું ઘર વેચવું પડયું અને ભારે વ્યાજે નાણાં લેવા પડ્યાં. એવામાં કઈ ભાગ્યવાનને જન્મ થયે એટલે દુકાળ દૂર થઈ ગયે અને તે ભયંકર ખેટમાં આવી પડ્યો. પરિણામે આર્તધ્યાનમાં સબડતે અને છાતી પીટતે તથા માથાં કૂટતો મરણ પામીને નરકે ગયે.
તે જ રીતે પાટલીપુત્ર નગરના નંદ રાજાની પરિગ્રહસંજ્ઞા અતિ બળવાન હતી, તેથી તેણે પ્રજા ઉપર મેટા કરે નાખીને, ધનાલ્યોને બેટી રીતે દંડ કરીને તથા સેનાના સિક્કાઓની જગાએ ચામડાના સિક્કાઓ ચલાવીને ઘણે પરિગ્રહ એકઠા કર્યો અને પ્રજાને પૂરેપૂરી પાયમાલ કરી પરંતુ તેનું આખર એ આવ્યું કે–તેને ભયંકર રોગ લાગુ પડ્યા અને અત્યંત આનં-રૌદ્રધ્યાન કરતે મૃત્યુ પામીને નરકે ગયે.
કેટલાક મનુષ્ય એમ માને છે કે પહેલાં યેન કેન પ્રકારેણ માલદાર થવા દે, બાકીનું બધું પછી થઈ રહેશે. અર્થાત્ આ રીતે ધન-માલ પેદા કરવામાં જે પાપ કર્યા હશે, તેનું નિવારણ દાન, તીર્થયાત્રા વગેરેવડે થઈ જશે; પરંતુ તેમની એ માન્યતા અને પ્રથમ કાદવમાં રગદોળીને પછી શુદ્ધ કરવાના પ્રયત્ન જેવી છે, અથવા તે પહેલાં માથું ફેડીને પછી શીરો ખાવા જેવી છે. આવાઓને ઉદ્દેશીને જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે – कंचण-मणि-सोवाणं, थंभसहस्सोहियं भुवणतलं । जो कारिजइ जिणहरं, तओ वि तवसंयमो अहिओ ॥
એક મનુષ્ય સુવર્ણ અને મણિનાં પગથિયાવાળું જિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com