________________
ધમબોધ-થમાળા : ૪૪ : શીલ અને સદાચારથી વંચિત છે, તે એ કુલીનતાથી શું ? અને અધમકુલમાં જન્મવા છતાં શીલ અને સદાચારથી રહિત છે, તે કુલની ફિકર શી? હે જીવ! તું ઐશ્વર્યનું અભિમાન શાને કરે છે? ઇદ્રાદિ દેવેની આગળ ઐશ્વર્ય શા હિસાબમાં છે? અથવા કુબેર ભંડારીની આગળ તારા પાંચ-પચીશ કોડ શા વિસાતમાં છે? અથવા તારી પાસે અમુક મંદિર-મહેલે છે, તેવાં મંદિર અને મહેલે બીજાનાં મંદિર અને મહેલે આગળ પાણી ભરે છે, માટે તેનું અભિમાન કર મા! વળી લક્ષમી તે ચંચળ છે અને ઘડી ઘડીમાં સ્થાન બદલે છે, તે એનું અભિમાન શા કામનું ? આજે તારી પાસે ઐશ્વર્યા છે, તેનું તું અભિમાન કરીશ અને કાલે ઐશ્વર્યહીન થઈશ તે? માટે ઐશ્વર્યનું અભિમાન કરવું રહેવા દે, તેમાં જ તારું શ્રેય છે. હે જીવ! તું બળનું અભિમાન શાને કરે છે? જો તું ખરો બળિયો હે તે જન્મ, જરા, મૃત્યુ અને રોગરૂપી શત્રુને જીતી લે. ત્યાં તે તું પૂરેપૂરો પરાભવ પામે છે અને બળનું અભિમાન કરે છે, એ ન્યાય કયાંને? વળી બળ માટે દુનિયામાં પંકાઈ ગયેલા મનુષ્ય પણ સમય આવતાં એવા નિર્બળ અને માયકાંગલા બની જાય છે કે જેને જોઈને દયા આવે છે, તે શું તારી અવસ્થા કદી એવી નહિ થાય ? હે જીવ! બળનું અભિમાન તું જરા પણ કર મા. વળી હે જીવ! તું રૂપનું અભિમાન શાને કરે છે? તારા કરતાં અનેકગણુ રૂપાળા મનુષ્ય આ જગતમાં હસ્તી ધરાવે છે કે જેમનું દર્શન થતાં જ લેકના મન પર અજબ પ્રભાવ પડે છે. અને માની લે કે તું કંઈક રૂપાળો છે તે તેથી શું ? એ રૂપ શું સદા ટકવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com