________________
ધર્મબોધ-માળા : ૪૮ : હિતને વિચાર કરવામાં અસમર્થ બને છે; એટલે તે માયાથી આવનારાં ભયંકર પરિણામેનો વિચાર કરી શકતું નથી.
માયાનું પહેલું ભયંકર પરિણામ તે એ છે કે તેના આચરનારને કેઈ વિશ્વાસ કરતું નથી.
मायाशीलः पुरुषो यद्यपि न करोति किश्चिदपराधम् । सर्प इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषहतः ॥१॥
કપટી મનુષ્ય કેઈ અપરાધ ન કરે તે પણ પિતાના દેષથી હણાયેલ તે સર્ષની જેમ બીજાને અવિશ્વસનીય બને છે. તાત્પર્ય કે સાપની દુષ્ટ પ્રકૃતિને લીધે જેમ તેને વિશ્વાસ થઈ શકતું નથી તેમ નિરંતર ફૂડ-કપટ કરવાને ટેવાયેલા કપટી મનુષ્યને વિશ્વાસ થઈ શકતું નથી.
માયાનું બીજું ભયંકર પરિણામ એ છે કે તે પોતે જ પિતાની જાળમાં ફસાય છે. “ દો કેઈને સગે નહિ,”
ખાડો ખેદે તે પડે,” “કૂડના ડાંડિયા કપાળમાં વાગે” વગેરે કહેવતે તેને જીવતે-જાગતે પૂરાવો છે. બંગભંગની ચળવળ વખતે સ્વદેશી વસ્ત્રના નામે બંગાળની જનતાને એકદમ હલકું કાપડ મેકલી છેતરપીંડી કરનારી અમદાવાદની મિલએ એટલી શાખ ગુમાવી હતી કે પછીથી ગમે તે સારો માલ પૂરો પાડવા છતાં લેકેને પૂરો વિશ્વાસ આવતું ન હતું. પરિણામે તેની આમદાનીમાં મેટે ફટકો પડયે હતું અને કરડે રૂપિયાનું નુકસાન થયું હતું. બીજી બાજુ એ વાત વિચારવા જેવી છે કે જે લેકે પોતાના માલની ઉત્તમતા ટકાવી રાખે છે અને તેમાં દગોફટકો કરીને તેનું ધેરણ જરા પણ નીચું કરતા નથી, તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com