________________
ધમબોધ ગ્રંથમાળા : ૪૨ :
ઃ પુષ્પ જાતિ, લાભ, કુલ, એશ્વર્ય, બલ, રૂપ, તપ અને શ્રતને મદ કરનાર મનુષ્ય તે તે વસ્તુઓ હીન પ્રકારની પામે છે. અર્થાત્ જે મનુષ્ય એ મદ કરે છે કે “હું ઉત્તમ જાતિમાં જન્મે છું માટે ઉત્તમ છું, મારા જે ઉત્તમ બીજે કેશુ છે?” તે બીજા ભવમાં ચાંડાળ, પારધિ વગેરે અધમ જાતિમાં ઉત્પન્ન થાય છે. જે મનુષ્ય ધંધા, રોજગાર, વ્યવસાય કે અધિકાર અંગે થતા લાભને મદ કરે છે કે “મારા જે લાભ બીજા કેઈને થતું નથી, માટે હું પરમ ભાગ્યશાળી છું ! બીજા બિચારા નસીબના “ફટા” હશે !” તે તેને ભવિષ્યમાં લાભાંતરાય થાય છે, એટલે કે તેને કઈ પણ કામમાં મેટે લાભ થતો નથી. જે મનુષ્ય કુલનું અભિમાન કરે છે કે “ હું તે અમુક કુલને, મારી શી વાત? હું કંઈ જે તે નથી!” તે ભવાંતરમાં હલકા કુલમાં જમે છે. શ્રી મહાવીર પ્રભુએ મરીચિના ભવમાં કુલને મદ કર્યો કે “અહે! હું કેવા ઉત્તમ કુલને છું? મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચકવતી અને હું છેલ્લો તીર્થંકર થઈશ! અહા મારું કુલ? અહા મારી ઉત્તમતા ! ” એ કુલમદના પરિણામે તેમને તીર્થંકરના ભાવમાં પણ ભિક્ષુક કુલમાં અવતરવું પડ્યું કે જ્યારે અવશ્ય ઊંચા કુળમાં જન્મ થાય છે. એ જ સ્થિતિ સર્વે કુલમરવાળાએ સમજી લેવાની છે. જે મનુષ્ય પોતાને પ્રાપ્ત થયેલા ઐશ્વર્યને મદ કરે છે કે “અહેમારો મહેલ કે સુંદર છે? મારા બગીચાની શી વાત? મારી પાસે જેવા હાથી છે, જેવા વેડા છે, તેવા બીજા કેઈને નથી! વળી મારી પાસે જેવું ઝવેરાત છે, જેવા આભૂષણે છે, તેવાં બીજા પાસે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat