________________
: ૪૧ :
પાપનો પ્રવાહ છેવટે દોષનું નિવારણ થાય. તેથી નિગ્રંથ મહર્ષિઓએ મુમુક્ષઓને પ્રતિદિન પ્રાતઃ અને સાયંકાલે એવી ભાવના ભાવવાને આદેશ આપે છે કેઃ
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सबभूएसु, वेरं मज्झ न केणइ ॥ १॥
હું સર્વ જીવેની(મેં તેમના પ્રત્યે કરેલા અપરાધ માટે) ક્ષમા માગું છું. સર્વે જીવો મને ક્ષમા આપે. મારે સર્વ જીવથી મૈત્રી છે, કેઈથી પણ વૈર નથી.
આ ભાવનાને આશ્રય લઈને અનેક મુમુક્ષુઓએ ક્રોધ પર સંપૂર્ણ વિજય મેળવ્યું છે અને પિતાના આત્માને સર્વ કષાયથી મુક્ત કરીને પરમપદની પ્રાપ્તિ કરી છે.
(૭) માન માન એટલે અભિમાન, અહંકાર, ગર્વ કે મદ. તેને ઉદય થવાથી મનુષ્ય ભાન ભૂલે છે અને ન કરવાનાં કામો કરી બેસે છે, તેથી જ શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે :
विनयश्रुतशीलानां, त्रिवर्गस्य च घातकः।। विवेकलोचनं लुपन् , मानोऽन्धकरणो नृणाम् ॥ १॥
માન નામને કષાય મનુષ્યના વિનય, શ્રત, શીલ, ધર્મ, અર્થ અને કામને નાશ કરે છે તથા તેમનાં વિવેકરૂપી લેચનને ફેડી નાખીને તેમને આંધળા બનાવે છે.
जातिलामकुलैश्चर्यचलरूपतपाश्रुतैः ।। कुर्वन् मदं पुनस्तानि, हीनानि लमते जनः ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com