________________
મધ-ચથમાળા = ૪૦ :
* પુષ ઘડીવારમાં બગડી જાય છે, પરંતુ ક્રોધ ન કરતાં ક્ષમા ધારણ કરીએ તે પેલે દુર્જન એની મેળે શાંત થઈ જાય છે.
કોધને જિતવા માટે મનુષ્ય પિતાની સમજણમાં ધરખમ સુધારો કરવાની જરૂર છે. સામાન્ય રીતે એવું માની લેવામાં આવે છે કે “મારું અમુક કાર્ય જરૂર થાય તેવું હતું પણ ફલાણુએ તે બગાડયું અને તે વિચાર આવતાં જ કોઇને ઉદ્ભવ થાય છે. પરંતુ ત્યાં એમ વિચારવું ઘટે છે કે-મારાં સુખદુઃખનું સર્જન કરનારે હું જ છું. મેં પૂર્વે જે કર્મો બાંધ્યાં છે, તે અનુસાર મને સુખદુઃખની પ્રાપ્તિ થાય છે, તેમાં બીજાને વાંક શા માટે કાઢું? જે કાર્યની સિદ્ધિ થવાની હશે તે હરકેઈ પ્રકારે થશે, તેને અટકાવવાને કઈ સમર્થ નથી. અને જે તે નહિ જ થવાની હોય તે ગમે તે નિમિત્તે આવી મળશે તેથી નિમિત્ત પર કેધ કર ઉચિત નથી.
કેટલાક લોકો એમ માને છે કે ક્ષમા એ તે કાયરને ધર્મ છે; અથત વીર પુરુષોએ તે બરાબર બદલે લે જોઈએ. પણ એ માન્યતા અજ્ઞાનમૂલક છે, કારણ કે વૈરથી વેરની વૃદ્ધિ થતી જાય છે અને છેવટે વૈરનું એ વતેલ અમર્યાદિત બની જાય છે. તેથી અનુભવી પુરુષોએ ફરમાન કર્યું છે કે “ક્ષમા વીરસ્ટ મૂવમ્ ક્ષમા એ કાયરનું નહિ પણ વીરનું ભૂષણ છે.”
જે આ વાત બરાબર સમજવામાં આવે તે અનેક પ્રકારના કલહ-કંકાસ, ટંટા-ફીસાદો અને યુદ્ધનાં ઘમસાણે અટકી જાય અને ક્ષમાની સુવાસથી એકબીજાની ભૂલ સુધરે તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com