________________
ચૌદમું :
* ૩૩ :
પાપને પ્રવાહ મંદિર બંધાવે અને તેનું તળિયું હજાર મનહર ખંભવડે સુશોભિત બનાવે અને બીજે મનુષ્ય તપ અને સંયમમાં પ્રવૃત્ત થાય તે બીજા પુરુષને અધિક ફળ મળે છે. તાત્પર્ય કે વારતવિક ધર્મની ઉત્પત્તિ ઈચ્છાનિધિરૂપ તપ અને અહિંસાદિ ગુણવાળા સંયમવડે જ થાય છે, પણ દ્રવ્યના ઉપયોગ માત્રથી થતી નથી. બીજી રીતે કહીએ તે વિદ્યમાન દ્રવ્યને દાનાદિ ક્ષેત્રમાં ઉપયોગ કરે ઈષ્ટ છે, પણ વધારે મેળવીને દાન કરવાનો વિચાર ઈષ્ટ નથી, કારણ કે પરિગ્રહ મેળવવા માટે આરંભ-સમારંભે કરવા પડે છે અને તે પાપના પ્રવાહને વેગવંત બનાવે છે.
પરિગ્રહ સચિત્ત અને અચિત્ત એમ બંને પ્રકાર હોય છે. તેમાં સચિત્તપરિગ્રહમાં ઠેર-ઢાંખર, નેકર-ચાકર, ફૂલફળ તથા ધાન્ય વગેરેને સમાવેશ થાય છે અને અચિત્ત પરિગ્રહમાં રોકડ નાણું, સોનું-રૂપું, ઝવેરાત તથા રાચરચીલાં વગેરેને સમાવેશ થાય છે. અથવા પરિગ્રહ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકાર છે. તેમાં બાહ્ય પરિગ્રહમાં ધન, ધાન્ય વગેરે તમામ વસ્તુઓ અને અંતર પરિગ્રહમાં મિથ્યાત્વ, ત્રણ પ્રકારના વેદ, હાસ્યાદિક છ વૃત્તિઓ અને ચાર કષાયની ગણના થાય છે. વધારે સંક્ષેપમાં કહીએ તે વસ્તુ પર મૂચ્છભાવ એ જ વાસ્તવિક પરિગ્રહ છે.
न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com