________________
ધમબોધચંથમાળા ; ૩૬ :
પ્રાણીઓને અનાદિકાલથી આ સંસારમાં રખડવું પડે છે, તેનું કારણ આ કષાય જ છે.
कोहो य माणो य अणिग्गहीया,
माया य लोमो य पवड्डमाणा | चत्तारि एए कसिणा कसाया,
सिंचन्ति मूलाई पुणब्भवस्स ॥ १ ॥ અનિગ્રહિત ક્રોધ અને માન તથા વૃદ્ધિ પામતા માયા અને લેભ, એ ચાર કુત્સિત કષાયે પુનર્જન્મરૂપી સંસારવૃક્ષનાં મૂળોનું સિંચન કરે છે.
શાસ્ત્રકારોએ આ ચાર કષાયને પાપની વૃદ્ધિ કરનારા કહેલા છે. कोहं माणं च मायं च, लोभं च पापवड्डणं । वमे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥ १॥
જે મનુષ્ય પોતાનું હિત ચાહે છે, તે પાપને વધારનારા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર દેને-કષાયોને સદાને માટે છોડી દે.
ચાર કષામાં પહેલે કષાય કોધ છે, તે દુર્ગતિનું દ્વાર છે, શમસુખને અટકાવનારી અર્ગલા છે અને વૈરવૃદ્ધિનું પરમ કારણ છે. વળી તે ધર્મ અને મિત્રને નાશ કરનાર છે. કહ્યું છે કેઃ
क्रोधो नाम मनुष्यस्य, शरीराजायते रिपुः । येन त्यजन्ति मित्राणि, धर्माच्च परिहीयते ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com