________________
ધમધ-રંથમાળા : ૨૮ :
* પુષ્પ स्वदाररक्षणे यत्नं, विदधानो निरन्तरम् । जानन्नपि जनो दुःखं, परदारान् कथं व्रजेत् ? ॥१॥ પિતાની સ્ત્રી પર કોઈ કુદષ્ટિ ન કરે તે માટે નિરંતર પ્રયત્ન કરનારા અને પિતાની સ્ત્રી દુરાચારિણી થાય, તે કેવું દુઃખ થાય છે? તેને અનુભવ કરનારે મનુષ્ય પદારાગમન કેમ કરી શકે ? અર્થાત બીજાને પણ તેવું જ દુઃખ થાય છે, એમ જાણીને તેને અવશ્ય ત્યાગ કરે.
लावण्यपुण्यावयवां, पदं सौन्दर्यसंपदः । कलाकलापकुशलामपि जह्यात परस्त्रियम् ॥ १ ॥
ભલે લાવણ્યવાળાં પવિત્ર અંગવાળી હોય, ભલે સૈદયના ભંડાર સમી હોય, ભલે વિવિધ કલાઓમાં કુશળ હોય, પણ પરસ્ત્રીને અવશ્ય ત્યાગ કર.
જે લોકે વેશ્યાગમન કરે છે અને તેથી આનંદ પામે છે, તેમણે એ વિચારવું ઘટે છે કે-મનમાં એક પુરુષ પર પ્રેમ રાખે, વચનથી બીજા પુરુષ પર પ્રેમ બતાવે અને વર્તનમાં વળી ત્રીજા જ પુરુષ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે, તેવી વેશ્યાસ્ત્રીએથી સુખ કેવી રીતે મળે ? જેનું મોટું માંસથી દુર્ગંધિત, મદિરાની વાસવાળું અને અનેક જારપુરુષવડે ચેમ્બિત થયેલું હોય, તેવા મુખને ચુંબન કરવામાં શું સ્વાદ હોય ? અર્થાત ઉચ્છિષ્ટ ભેજનની જેમ તેને ત્યાગ કર ઘટે. કામી પુરુષે પિતાનું સર્વ ધન વેશ્યાને આપ્યું હોય, છતાં જ્યારે તે નિર્ધન થઈને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારે તેનાં વસ્ત્રો પણ ખેંચી લેવાની ઈચ્છા રાખે છે. આવી સ્વાથી, નિઃસ્નેહ અને કુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com