Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 26
________________ ધમધચંથમાળા : ૨૨ : પુષ ચોરીના સ્વરૂપને વિચાર કરીએ તે માલમાં સેળભેળ કરવી કે સાચાને બદલે નક્કી માલ આપે તે પણ એક પ્રકારની ચેરી જ છે. દૂધમાં પાણી નાખવું, આટામાં ચાક ભેળવ, ઘીમાં વેજીટેબલ ઉમેરવું, તલના તેલમાં મગફળીનું તેલ નાખવું, સારાં અનાજમાં હલકાં અનાજને ભેગા કર, કેસર-કસ્તૂરી–અંબર-કપૂર વગેરે કિંમતી પદાર્થો નકલી બનાવીને આપવા, ઔષધને તાજાં કહીને વાસી આપવા, સેનાનાં ઘરેણું કહીને પિત્તળનાં ઘરેણાં પધરાવી દેવાં, વગેરે પણ ચેરી જ છે, કારણ કે તેથી બીજી વ્યક્તિનું ધન તેની ઈરછા વિના લઈ લેવાય છે. ખેતી, વેપાર-ઉદ્યોગ કે હુન્નર-ધંધા વગેરે માટે રાજ્ય જે સગવડ અને સલામતી આપે છે, તેના પેટે આવકને અમુક ભાગ લેવાને તે હક્કદાર છે; પછી એ ભાગ સીધે લે કે કરવેરારૂપે વસુલ કરે. આ ભાગ આપવાના અખાડા કરવા કે યુક્તિ-પ્રયુકિતઓ અજમાવીને તેણે નાખેલા કરવેરા ન ભરવા, તે પણ એક પ્રકારની ચોરી જ છે. શાસ્ત્રકારે તે ત્યાં સુધી કહે છે કે “રાજ દંડ ઉપજે તે ચોરી. એટલે જે કામ કરવાથી રાજાને દંડ કરવો પડે, તે બધાને સમાવેશ ચોરીમાં થાય છે. આ ઉપરાંત બેટાં તેલ અને ખોટાં માપ રાખવાં એ પણ એક પ્રકારની ચોરી જ છે. કેટલાક લેવાના કાટલામાં નીચે સીસું ચટાડી તેને વધારે વજનદાર બનાવી દે છે અને એ રીતે ગ્રાહકોને છેતરીને તેની પાસેથી વધારે માલ લઈ લે છે તથા આપવાના કાટલાને નીચેથી ખોદી નાખીને તેને ઓછાં વજનનું બનાવી દે છે અને એ રીતે ગ્રાહકને ઓછો માલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82