________________
ધમધ-ચંથમાળા : ૨૦ : નાર, (૩) ચેરી કેમ કરવી તેની સલાહ આપનાર, () ચોરીને ભેદ જાણનાર, (૫) ચેરી લાવેલી વસ્તુઓને વેચી આપનાર, (૬) ચારને રોટલે આપનાર અને (૭) ચારને એટલે આપનાર, એમ સાત પ્રકારના ચારે છે.
તે જ રીતે શાસ્ત્રકારોએ ચોરને ઉત્પન્ન કરનારી અઢાર પ્રકારની ચાર-પ્રસૂતિઓ કહી છે, તે આ પ્રમાણે
मलनं कुशलं तर्जा, राजभागोऽवलोकनम् । अमार्गदर्शनं शय्या, पदमङ्गास्तथैव च ॥ १ ॥ विश्रामः पादपतनं, वासनं गोपनं तथा । खण्डस्य खादनं चैव, तथाऽन्यन्माहाराजिकम् ॥२॥ पद्याग्न्युदकरज्जूनां, प्रदानं ज्ञानपूर्वकम् । एताः प्रसूतयो ज्ञेया, अष्टादश मनीषिभिः ॥ ३ ॥
૧ ભલન-ચરને એમ કહીને ઉત્સાહ આપો કે “હું તારા ભેગું છું, તું ડરે છે શા માટે ?”
૨ કુશલ-ચેરને એમ પૂછવું કે “કેમ ભાઈ કુશલ છે? તમારાં છોકરાં-છૈયાં મજામાં છે? હમણું શરીર કંઈક સુકાઈ ગયું લાગે છે !” વગેરે. આવી રીતે તેનું ક્ષેમકુશલ પૂછવાથી તેને એમ લાગે છે કે મારી સારસંભાળ લેનાર–મારું ક્ષેમકુશલ પૂછનાર છે, એટલે તેને એક જાતનું પ્રત્સાહન મળે છે.
૩ તર્જા-ચરને હાથ, પગ વગેરેવડે સંજ્ઞા કરીને મદદ કરવી. ૪ રાજભાગ-રાજ્યને કર છુપાવવા મદદ કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com