________________
ધર્માધ-ચથમાળા
દ્રવ્ય એ મનુષ્યને અગિયારમે પ્રાણ છે, કારણ કે ગૃહસ્થ જીવનને સઘળે વ્યવહાર તેના આધારે જ ચાલે છે. આવા અગિયારમા પ્રાણસમા ધનનું હરણ કરવાથી તેના માલિકને આઘાત થાય એ સ્વાભાવિક છે. આ આઘાત કેટલીક વાર એટલે મેટે હોય છે કે તેના લીધે મૂછ આવી જાય છે, ઉન્માદ લાગુ પડે છે કે પ્રાણપંખેરું જ ઊડી જાય છે, તેથી કેઈન પણ દ્રવ્યનું હરણ કરવું એ ભયંકર પાપ છે.
નિગ્રંથ મહર્ષિઓએ કહ્યું છે કે ત મારુલ્સ - ઘર વિવ-દાંત ખોતરવાની સળી પણ તેના માલીક આપ્યા વિના લેવી નહિ.” तिवं तसे पाणिणो थावरे य,
जे हिंसति आयसुहं पडुच्च । जे लूपए होइ अदत्तहारी,
ण सिक्खई सेयवियस्स किंचि ॥१॥ જે મનુષ્ય પોતાના સુખને માટે ત્રસ તથા સ્થાવર પ્રાણીએની હિંસા કરે છે, જે બીજાની વસ્તુઓ અણલીધી લઈ લે છે અર્થાત્ ચેરી લે છે તથા જે આદરણીય વ્રતનું કંઈ પાલન કરતો નથી, તે ભયંકર કલેશ પામે છે. उड्डू अहे य तिरियं दिसासु,
तसा य जे थावर जे य पाणा । हत्थेहिं पाएहिं य संजमित्ता,
अदिनमन्नेसु य नो गहेजा ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com