________________
ધમાલ-ગ્રંથમાળા
: ૧૦ :
પુષ્પ :
છેદાતાં હશે, તેને કેટલું દુ:ખ થતું હશે ? તેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી એ ઘાર અન્યાય છે.
હિંસાનું સ્વરૂપ વિચારીએ તે કાઈ પણ પ્રાણીને નિય માર મારવા, ગાઢ બંધનથી બાંધવું, તેનાં અગાપાંગ છેદવાં, તેની પાસે ગજા ઉપરાંત ભાર ઉપડાવવા કે ગજા ઉપરાંત કામ કરાવવુ' અને તેને ભૂખ્યું તરસ્યું રાખવું એ પણ એક પ્રકારની હિંસા જ છે, કારણ કે તેથી તેને અત્યંત દુઃખ થાય છે. વળી હિંસા જેમ કાયાથી થાય છે, તેમ વાણી અને મનથી પણ થાય છે. કાઈને ખરાબ શબ્દો કહેવા અને તેના દિલને આઘાત પહેાંચાડવા, એ વાણીની હિંસા છે અને મનથી પૂરું' ચિંતવવું એ માનસિક િંસા છે.
આ રીતે હિંસાનું સ્વરૂપ જાણીને જે સુજ્ઞ પુરુષો તેના મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે, તે સાચા દયાળુ છે. જેએ હિંસાના સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તે યથાશક્તિ ત્યાગ કરે. પણ હૃદયમાં દયાના દીપ સદા જલતા રાખે. જ્યાં યા છે, કરુણા છે, અનુકંપા છે ત્યાં જ સમતા અને શાંતિ છે. એ વાત કદિ પણ ભૂલવી નહિ.
૨. મૃષાવાદ (અસત્ય)
પાપનુ મીનું ઉદ્ગમસ્થાન મૃષાવાદ છે. મૃષાવાદ એટલે કઠાર, અહિતકર કે અસત્ય કથન. કઠોર વચનપ્રયાગ કરવાથી અન્યનું દિલ દુભાય છે, વૈર બંધાય છે અને કેટલીક વાર તા પ્રાણહાનિ પણ થાય છે. કહ્યું છે કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com