________________
ચોદણું ?
: ૧૩ :
પાપને પ્રવાહ લોકભાષામાં પણ કહ્યું છે કે –
અંધાને અંધો કહે, વરવું કડવું) લાગે વેણ
ધીરે ધીરે પૂછીએ, શાથી ખેયાં નેણ ? આંધળાને પણ આંધળે કહે નહિ, કારણ કે એ જાતને વાણુવ્યવહાર વર(વિષમ) લાગે છે પરંતુ તેને એમ પૂછવું કેભાઈ! કેમ કરતાં તમારી દષ્ટિ ઝાંખી પડી ગઈ?
સાધુપુરુષે કેઈને પણ સંબોધન કરતાં “મહાશય ! મહાનુભાવ!” “દેવાનુપ્રિય! એવા શબ્દ વાપરે છે અને સદ્દગૃહસ્થ પણ “આપ” “શ્રીમાન ” વગેરે શબ્દનો ઉપયોગ કરે છે, તે અનુકરણ કરવા એગ્ય છે. કારણ કે– न तथा शशी न सलिलं, न चन्दनरसो शीतला छाया । आह्लादयन्ति पुरुषं, यथा हि मधुराक्षरा वाणी ॥१॥
મધુર અક્ષરેવાળી વાણી પુરુષને એટલે આનંદ આપે છે, તેટલે આનંદ ચંદ્રમા, જલ, ચંદનરસ કે શીતળ છાયા પણ આપી શકતી નથી.
કેટલાક મનુષ્ય વાતવાતમાં અપશબ્દોને ઉપયોગ કરે છે અને “મૂર્ખ ', “બેવકૂફ,” ગધેડા, ‘લુચ્ચા,” “પાજી,” નાલાયક' વગેરે અનુચિત શબ્દ વાપરે છે, તે એક પ્રકારની કઠોર અસભ્ય વાણી છે, તેથી સુજ્ઞ પુરુષોએ તેને સદંતર ત્યાગ કરવો ઘટે છે. - જે વાણી સાંભળવામાં મધુર હોય પણ અહિતકર હોય એટલે કે તેનાથી બીજાનું અહિત થતું હોય, તે તેવી વાણુને વ્યવહાર કરે ઉચિત નથી. કહ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com