________________
• તેમનુષ્ય ભવ શા માટે?
મનુષ્ય અને પશુ વચ્ચે ભેદ શેનાથી પડે? મનુષ્ય અને પશુ બંનેને મન તો મળેલું જ છે પરંતુ - મનનાર્ મનુષ્ય - મનુષ્ય તેને મળેલા મન વડે સર્વજ્ઞ તત્ત્વનું ચિંતન કરી, મનની પરાધીનતા દૂર કરી મન વિના જ પૂર્ણ જ્ઞાનનો (કેવલજ્ઞાનનો) અનુભવ કરે ત્યારે ભવ સફળ થાય. જયારે પશુ, દેવ કે નારકીને મન મળ્યું છતાં તેઓ તે મનને પૂર્ણ રોકી ન શકે. જેથી પૂર્ણ જ્ઞાનનો (કેવલ જ્ઞાન)નો અનુભવ ન કરી શકે. મનને તેની પ્રવૃત્તિથી રોકવું સ્થિર કરવું તેનું નામ જ ધ્યાન. જેમ જેમ આત્મા પોતાની અરૂપી અવસ્થાનું ધ્યાન કરે તેમ તેમ આત્મા મોહથી છૂટતો જાય અને વિકલ્પોથી રહિત થતો જાય. વિકલ્પોનું મૂળ મોહ અને મોહનું મૂળ રૂપ, આકાર. જયાં આકાર ત્યાં વિકાર, જયાં વિકાર ત્યાં વિચાર, જયાં વિચાર ત્યાં વિભાવ. આત્માએ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું તે જ મુખ્ય સાધના છે અર્થાત્ આત્માએ પોતાની સ્વરૂપ અવસ્થામાં સ્થિરતા પ્રાપ્ત કરવી અને પરમાં કરેલી અનાદિની સ્થિરતા હટાવી લેવી તે જ મનુષ્ય ભવનો પરમ સાર છે. પરથી ખસી સ્વમાં વસી, સ્વમાં સ્થિરતા-રમણતા પ્રાપ્ત કરવી તે માટે આત્માની આરૂપી અવસ્થાનો નિર્ણય જરૂરી. તે માટે તેના પ્રતિપક્ષ ધ્યાનમાં બાધક જે રૂપી વસ્તુ છે તેનું સ્વરૂપ જ્ઞાન મેળવવું જરૂરી. કારણ વર્તમાનમાં આત્મા રૂપમય બનેલો છે તેથી રૂપની અતીત (પૂર્વ-પહેલાંની) અવસ્થાને પકડવાની છે, તેથી રૂપી દ્રવ્યનો નિર્ણય જરૂરી છે. આત્મા માત્ર અરૂપી દ્રવ્ય છે જયારે અજીવ દ્રવ્ય બે પ્રકારે છે – રૂપી અને અરૂપી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અરૂપી છે. જયારે માત્ર પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. રૂપિણ: પુત્વા:
આત્મા અરૂપી હોવા છતાં વર્તમાનમાં પુદ્ગલમય થયેલો હોવાથી આપણામાં રૂપી આત્માની ભ્રાંતિ થાય છે અને અરૂપી આત્માનું વિસ્મરણ કરીને રૂપી એવી દેહાવસ્થાને આપણે પકડીને ચાલીએ છીએ અને તેના કારણે ભટકવાનું ઉભું થાય છે. નિશ્ચયથી જીવ એક પ્રકારે (સત્તાએ) સિદ્ધ સ્વરૂપી હોવા છતાં પુદ્ગલમય બનેલા સંસારી આત્માના જેમ ૨, ૫, ૭, ૧૪ અને ૫૬૩ આદિ ભેદોનો વ્યવહાર થાય છે તેમ અજીવના પણ ૧૪ ભેદો છે. પુદ્ગલમય આત્માના ૧૪ ભેદો, જેમાં એકેન્દ્રિયના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિંદ્રિય એમ ત્રણ અને પંચેન્દ્રિયમાં બે ભેદ- સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય. આમ
18 | નવ તત્ત્વ