________________
પરમાત્માનો આત્મા સંપૂર્ણ કષાયતાપથી રહિત થવા વડે પરમશીતળ સમતારસથી ભરેલો છે. “સુવિધિ નિણંદ સમાધિ રસે ભર્યો હો લાલ” અંદરની શીતળતા પ્રાપ્ત થાયતેને બાહ્ય પોદ્ગલિક શીતળતાની જરૂર રહે નહીં. તે ગમે તેવા તાપમાં પણ પરમ શીતળતા-સમતાનો અનુભવ કરી શકે, તેને ACની જરૂર નહીં. ગજસુકુમાલમુનિના આત્માને ખેરના અગ્નિની તીવ્ર ઉષ્ણતા પણ બાળી શકી નહીં. કારણ અંદર કષાય રહિત પરમ શીતળતા પ્રગટ થઈ ગઈ હતી. કષાયના ઉકળાટના નાશથી પ્રગટ થતી શીતળતાની સાથે સાથે પરમ તેજ પ્રગટ થાય જે સૂર્યથી પણ અધિક પ્રકાશિત હોય.
પરમાત્માને સર્વથા મોહના નાશથી કેવલજ્ઞાન રૂપ સૂર્ય પ્રગટ થાય છે, સાથે તીર્થકર નામકર્મના વિપાકોદયથી બાહ્ય ભામંડલનું તેજ સૂર્યના તેજથી (અઢીદ્વીપમાં રહેલા ૧૩ર સૂર્યો અને અઢીદ્વીપની બહાર રહેલા અસંખ્ય સૂર્યના તેજથી) પણ અધિક હોય છે. તીર્થંકર પરમાત્માને કેવલજ્ઞાન પ્રગટ થાય, સાથે ૮ પ્રાતિહાર્યો પ્રગટ થાય, તેમાં ભામંડલ પ્રગટ થાય. પ્રભુનું તેજ સૂર્યથી પણ અધિક હોવાથી તે લોકો સહન ન કરી શકે. તેના કારણે પ્રભુનું મુખ દેખાય નહીં, તેથી દેવો તે તેજનું સંહરણ કરવા ભામંડલની રચના કરે છે. જેથી પરમાત્માનું મુખ સહેલાઈથી બધા અધિક તેજસ્વી જોઈ શકે અને સદા ત્યાં પ્રકાશ રહે. ત્યાં અંધારું કદી થતું નથી, કેવલજ્ઞાન રૂપી સૂર્ય લોકાલોકમાં પ્રકાશ કરનારું હોવાથી તે સૂર્યથી પણ અધિક તેજસ્વી છે અને કષાયથી પૂર્ણરહિત વીતરાગરૂપે હોવાથી ચંદ્રથી અધિક શીતળ અને નિર્મલ છે.
ભોગીઓ ચંદ્રના પ્રકાશમાં વિષયસુખને માણવામાં આનંદ અનુભવે છે અને સાતાને વરે છે અને અસાતાનો બંધ કરે છે અને મોહની અનુકૂળતાને અનુભવે છે. જયારે યોગીઓ ચંદ્રના પ્રકાશમાં જ્ઞાન-ધ્યાનની મસ્તી અનુભવવા સાથે આત્મજાગૃતિ વડે આત્મઆનંદને અનુભવી નિર્જરા કરે છે. આપ એ પણ પુદ્ગલ છે અને ઉદ્યોત એ પણ પુદ્ગલ છે. પુદ્ગલના સંયોગને પામીને પુદ્ગલથી છૂટવાનો પ્રયત્ન કરે તે યોગી અને પુદ્ગલના સંયોગને પામી તેમાં આસકત બને તે ભોગી અર્થાત્ પુદ્ગલમાં રમે તે ભોગી અને આત્મામાં રમે તે યોગી. (૫)પ્રભા: સૂર્ય-ચંદ્રના પ્રકાશમાંથી નીકળતા કિરણોરહિત જે ઉપપ્રકાશ આવે તેને
પ્રભા કહેવામાં આવે છે. જો પ્રભાવ હોય તો સૂર્યના કિરણો સિવાયના ભાગમાં અંધકાર હોત. દિવા આદિમાંથી પણ જે ઉપપ્રકાશ મળે તેને પણ પ્રભા કહેવાય.
અજીવ તત્વ | 39