________________
અત્યંત શીતળ પાણી ભલે ઠંડક આપે, સાતા થાય પણ આ વાસ્તવિક સુખ નથી એવી જાગૃતિ રહે તો તેથી અશુભ અનુબંધ ન પડે.
જેમ જાગૃતિ વધારે તેમ કર્મબંધમાં ફરક પડે. અનુકૂળ સંયોગ ભલે સુખરૂપ (આનંદરૂ૫) લાગે પરંતુ અંદરથી તે કિંપાકફળ જેવું લાગે. કિંપાફળ વાપરતી વખતે મધુરતાનો અનુભવ થાય પણ જિનવચન વડે તેનું જ્ઞાન થવાના કારણે લાગે કે આ મધરતા મને મારનારી છે, મારા દ્રવ્ય, ભાવ પ્રાણ હરી લેનારી છે. આવો ખ્યાલ હોવાથી તે પહેલા ખાઈ શકે જ નહીં છતાં કોઈની સુધા વેદનાની તીવ્રતાથી તેની ધીરજ-સહનશીલતા ખૂટે, તથા ખાવાની આહાર સંજ્ઞાના સંસ્કારના કારણે કિંપાક ફળના ભક્ષણમાં તેનો દ્રવ્યપ્રાણ જાય પણ ભાવ પ્રાણ નાશ ન પામે. તીવ્ર સ્પીડમાં જતી મોટર બ્રેક મારવા છતાં ઉભી ન રહી શકે પણ ધીમી પડે તેમ મોહનો ઉદય તથા પૂર્વ સંસ્કારના બળે તથા સત્વના અભાવે વિષય સેવનાદિ પ્રવૃત્તિ થઈ જાય પણ સમ્યગદર્શનની હાજરીમાં જાગૃતિના કારણે મોહ ફાવે નહીં પણ મંદ પડી જાય અને પ્રવૃત્તિ થયા પછી અનુબંધ કર્મ ન બંધાય, પશ્ચાતાપ થાય.
ધર્મ આરાધના કરવા છતાં આશાંતિ કેમ? મિથ્યાત્વના યોગે પુદ્ગલના સંયોગ સાથે મોહનો ઉદય થાય છે. કારણ કે આત્માને આત્માની જાગૃતિ નથી અને શરીરને જ આત્મા તરીકે ધારી લીધેલો છે તેથી મોહની સામે ન થઈ શકતાં તેને આધીન થઈ જઈએ છીએ કારણ કે સ્વરૂપનું જ્ઞાન નથી, તેથી સ્વભાવમાં જાગૃતિ નથી. તેમ સ્વભાવમાં સ્થિરતા પણ નથી. તેથી દેહમાં રહેવા છતાં દેહાતીત તરીકે રહી શકતા નથી અને આપણને દેહ પુદ્ગલાદિ સર્વે સંયોગ સંબંધથી છૂટવાને બદલે મને કંઈક મળે, મારો સંસાર સારો થાય તેવી અપેક્ષા સંસારી જીવોમાં પડેલી હોવાના કારણે ધર્મની આરાધના કરતી વખતે પણ માન-સન્માન, બીજા તરફથી કદર, અનુકૂળતા, સ્વજન-પરજનના સંબંધો સુધરે, અનુકૂળ થાય તેવી કોઈકને કોઈક અપેક્ષા પડેલી હોય છે. કયારેય પુણ્યના ઉદયે મળેલી સારા અનુકૂળ સંસારના વિસર્જનની ભાવના પ્રગટતી નથી તેથી મનરૂપી ઘરમાં અશાંતિ સંકલેશ થાય છે. જેના ઘરમાં ઘર દેરાસર હોય, જિનેશ્વરદેવ જેના ગૃહ મંદિરમાં પધારેલ હોય તેના ઘરમાં અશાંતિ સંકલેશ ન હોય પણ જેણે માત્ર બાહ્ય ગૃહ મંદિરમાં જિન પ્રતિમા પધરાવી છે પણ આત્મગૃહમાં વીતરાગ પરમાત્માને પધરાવ્યા નથી અર્થાત્ જિન વાચન સ્વીકાર પાલન નથી 48 | નવ તત્ત્વ