________________
લયોપશમ થશે તો એક સમય પણ બગાડશે નહીં ને શરીર સામું જોશે પણ નહીં. આપણને લાગે કે કેટલું કષ્ટ કરે છે પણ ખરેખર તે મહાઆનંદને માણતો હોય.
ઉપયોગનું કાર્ય માત્ર શેયનું-વસ્તુને જાણવાનું, સમકિતની હાજરીમાં ઉપયોગ શુદ્ધ. કારણ વસ્તુ આત્માને હેય કે ઉપાદેય તે રૂપે જણાવે, મિથ્યાત્વની હાજરીમાં શરીરને હેય કે ઉપાદેય રૂપે જણાવે. જ્ઞાનનો પરિણામ ઉપયોગ રૂપે થાય. અંધારા ઓરડામાં દીવાનો પ્રકાશ ઓરડામાં પડેલા પત્થર અને હીરા બન્ને બતાડે. મિથ્યાત્વની હાજરીમાં હીરા ઉપાદેય રૂપ, પત્થરો હેય રૂપ બતાવે, સમકિતની હાજરીમાં બન્ને પત્થરા રૂપ – સ્થાવર કાયના (કલેવર) રૂપ-હેય બતાવે. આથી સમકિત અને મિથ્યાત્વની હાજરીમાં શેયનું જ્ઞાન વ્યવહારે પત્થરને હીરરૂપ, પણ તત્ત્વથી ભિન્ન. હેયોપાદેયને વિપર્યાસવાળું, ભેદ પડે તેમ ભાવમાં પણ ભેદ પડે.
સમકિતની હાજરીમાં વસ્તુમાં થયેલા નિર્ણયથી આત્મહિત સંબંધી હેયોપાદેયનો ભાવ થાય. વિષયો-વિષ જેવા લાગ્યા તો વિષયોને છોડવાનો ભાવ – ઈન્દ્રિયોના વિષયોને હું કયારે છોડીશ? આ આત્મહિત રૂપ ચિંતા થાય. (૧) દુઃખ ગર્ભિત - નરકાદિ દુઃખથી ભય પામીને પાપ પ્રવૃત્તિ છોડવાનો જે ભાવ તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય. (૨) જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પોદ્ગલિક સુખ આત્મા માટે દુઃખ રૂપ (પીડા રૂ૫) અને (વીતરાગ સુખ) પુદ્ગલના અભાવ રૂપ સહજાનંદ એ આત્માનું સુખ છે તેમ માની પોદ્ગલિક સુખને છોડવાનો અને આત્મિક સુખને ભોગવવાના ભાવરૂપ વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય.
ભાવ પ્રમાણે આત્મવીર્યનું પરિણમવું તે આચાર.
ભાવ પ્રમાણે પરિણમવું અર્થાત્ આચાર રૂપે પ્રવર્તવું તે. આત્માએ જે વસ્તુનો હેય રૂપે જે નિર્ણય કર્યો તેને છોડવાની રુચિ રૂપ ભાવ થાય. કોઈને તમાકુ, સીગરેટાદિના વ્યસન છે તેના કારણે તપાદિ આરાધના કરી શકતો નથી. જિન વાણી વડે આત્મહિત સમજાણું, વ્યસનમાંથી જલદી છૂટવાનો વારંવાર ભાવ થાય છે પણ છોડી શકતો નથી. દારૂના વ્યસનીને દીક્ષાના પ્રસંગ જોઈ ઉલ્લાસ જાગે કે હું દારૂ કેમ ન છોડું? અત્યંત વીર્યોલ્લાસપૂર્વક કાયમી દારૂનું વ્યસન પ્રતિજ્ઞા ગ્રહણપૂર્વક છોડી દે તો પરિણામ પ્રગટ્યો કહેવાય. રુચિ પરિણામને જગાડે. રુચિ અનુયાયી વીર્ય - રુચિ પ્રમાણે જીવન પ્રવર્તે ત્યાં સુધી તેને પશ્ચાતાપ પરિણામ પ્રગટે, તેનાથી તેના અંતરાય કર્મનાશ - વીર્ય શકિત વિકસિત થાય તેથી તે છોડવા સમર્થ થાય.
અજીવ તત્વ | 101