Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 327
________________ દર્શન મોહનીયના અર્ધશુદ્ધ દળિયાના અર્થાત્ મિશ્ર મોહનીયના ઉદયથી તત્ત્વની રુચિ અને અરુચિ ન થવા રૂપ મિશ્ર સમક્તિ પરિણામ પ્રગટ થાય પણ નિર્મળ ક્ષાયિક સમકિતરૂપ પરિણામ ન થાય. ચાર અનંતાનુબંધી કષાય અને મિથ્યા-મિશ્ર અને સમકિત મોહનીયના સર્વથા ક્ષયથી ક્ષાયિક સમકિત સદા માટે પ્રગટ થાયઅર્થાત્સ્વ ની પૂર્ણતારૂપ સિદ્ધાવસ્થાની રુચિ પરિણામ કોઈ પણ યોગ વ્યવહારમાં સદા જાગૃત હોય અને સંસાર યોગમાં સહજ ઉદાસીનતા રહે. ૯) ચારિત્ર પરિણામ: ‘મMા સામયિક ર્વ’ આત્મા એ જ સામાયિક રૂપ છે અર્થાત્ વીતરાગરૂપ છે. એક જ ચારિત્ર પરિણામે છે અર્થાત્ યથાખ્યાત-ચારિત્ર સ્વરૂપે છે. છતાં ચારિત્ર મોહ-કર્મના આવરણથી આત્માનો તે ગુણ આવરાઈ જાય છે અને અવિરતિરૂપ પસંયોગોમાં આસક્ત થાય. ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમ-ઉપશમના કારણે જુદા જુદા ભેદે ચારિત્ર પ્રગટે. ૧) યથાખ્યાત ચારિત્ર: ચારિત્ર મોહનીયના સર્વથા ક્ષયથી યથાખ્યાત વીતરાગ ચારિત્ર પ્રગટે. ૨) ઉપશમ ચારિત્ર: ચારિત્ર મોહનીયના સર્વથા ઉપશમથી ઉપશમ યથાખ્યાત અન્તર્મુહુર્ત કાળ પ્રગટે. ૩) સૂયમ સંપરા ચારિત્ર: માત્ર કિટ્ટીરૂપ સૂક્ષ્મ લોભ મોહનીયના ઉદય છે. તે સિવાય સર્વ મોહનીયના ઉપશમ કે ક્ષયથી પ્રગટ થતું ચારિત્ર પરિણામ ૧૦માં ગુણઠાણે હોય. ૪) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ઃ અપ્રમત્તભાવનું વિશિષ્ટ ચર્યાવાળું નવ સાધુ સમુદાયમાં સાથે રહીને પાળવારૂપ ચારિત્ર. પ) છેદોપસ્થાપનીય ચારિત્ર: ૫-મહાવ્રતના આરોપણ રૂ૫ ૬ઠ્ઠા ગુણઠાણાનું ચારિત્ર. ૬) સામાયિક ચારિત્રઃ સર્વવિરતિ રૂપ સામાયિક ચારિત્ર. ૭) દેશવિરતિરૂપ ચારિત્ર: શ્રાવકને પાંચ અણુવ્રતથી ૧ર વ્રતાદિ દેશ ચારિત્ર હોય. 310 | નવ તત્ત્વ

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338