Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 331
________________ આત્માના શુદ્ધ દશ પરિણામો આત્મધ્યાને રમણતા, રમતાં આત્મસ્વભાવ અષ્ટકમંદૂરકરે, પ્રગટે શુદ્ધસ્વભાવ. ૧) ઊર્ધ્વગતિ પરિણામ: જે સમયે આત્મા સર્વ સંવર રૂપ ૧૪ માં ગુણસ્થાને સ્વ વીર્યને સર્વ પુદ્ગલ યોગમાંથી ખેંચી સ્વાત્મના અસંખ્ય પ્રદેશોમાં તે પરિપૂર્ણ પરિણમન થતાં આત્મ પ્રદેશો મેરુની જેમ નિષ્પકંપ સ્થિર થતાં જ કર્મ રૂપ જેલની પરતંત્રતામાંથી સદા મુક્ત થતાં આત્મા પોતાની મૂળ સહજ ઊર્ધ્વગતિ દ્વારા ૧ સમયમાં લોકાંત પર સ્થિર થઈ જાય. અલોકમાં ગતિ સહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી આત્મા આગળ ગતિ કરી શકતો નથી અને અધર્માસ્તિકાય પણ ત્યાં સુધી જ વિદ્યમાન છે. તેથી ત્યાં જ સદા શાશ્વત કાળ સ્થિર રહે. હવે ત્યાંથી કોઈ પણ દિશા વિદિશામાં કયાંય ગતિ નહીં કરે અર્થાત્ ૪, ૮ કે ૧૬ કે ૧૮ આદિ સર્વ દિશાનું પરિભ્રમણ કાયમી બંધ અને સદા શુદ્ધ સ્વરૂપમાં લીનતા.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338