Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 329
________________ વેદના ઉદયે પુરુષ દેહના સમાગમ આલિંગનાદિ સ્ત્રીને અભિલાષ દ્વારા કામવિકાર પીડા થાય. પુરુષ કરતાં સ્ત્રીને વેદની વેદના આઠ ગણી અધિક હોય. - નપુંસક વેદના ઉદયે સ્ત્રી-પુરુષ બંને ભોગવવાનો અભિલાષ થાય. વેદનો ઉદય થયા પછી તેનું શમન જલદી થઈ ન શકે અર્થાત્ તીવ્ર વેદના ભોગવવા નપુંસક વેદનો ઉદય છે અને ૧૪ રાજલોકમાં નપુંસક વેદના ઉદયવાળા જીવો સૌથી વધુ અને તેનાથી ઓછા સ્ત્રીવેદ અને સૌથી ઓછા પુરુષ વેદવાળા હોય. દ્રવ્યવેદ : શરીર, આહાર, લિંગ, ચિન્હ, નામકર્મના ઉદયે પ્રાપ્ત થાય. વેદ મોહનીયના ઉદયથી ભાવવંદના પ્રાપ્ત થાય. વેદ એ પરાવર્તન પ્રકૃતિ છે. વેદ આકાર અને રૂપ સ્વરૂપે છે જયારે આત્મા નિરંજન નિરાકાર છે. જયાં આકાર ત્યાં વિકાર, જ્યાં વિકલ્પ ત્યાં સંકલેશ, પરમાં આકર્ષણ તે વિકાર. જ્યાં નિર્વિકારતા હોય ત્યાં પરમાં ઉદાસીનતા હોય. અધ્યાત્મ દષ્ટિએ બહિરાત્મા નપુંસક-વેદ, અંતરાત્મા-સ્ત્રીવેદે અને પરમાત્મા પુરુષ વેદ છે. પરમાત્માને પુરુષ વેદ દ્રવ્યથી હોય પણ ભાવથી ન હોય. તીન વેદકા છેદ કરાયા, સંગ રહિત સંસાર, અશરીરી ભવળીજ દહાયા, અંગે કહે આચારા.” ભાવ-વેદ એ ભવનું બીજ રૂપ, ભાવ વેદ જેનો સંપૂર્ણ નાશ થાય તેનો સંસાર ઉચ્છેદ થાય અર્થાત્ તે શરીર રહિત થઈ પોતાની શુદ્ધ અવસ્થા-સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે. “ભેજ્ઞાન રૂપ ચક્ષુ અપૂર્વથી, યોગી જુએ નિજરૂપ ભેદ-વિજ્ઞાન સિદ્ધક્ષેત્ર છે તેમ શરીરમાં, કર્મ રહિત ચિત્ત ૫. (પૂત જ્ઞાનભૂષણ વિજય મ.સા.) જે પ્રમાણે લોકાંતે સિદ્ધક્ષેત્રમાં પગે અનંતે સિદ્ધના જીવો જે શુદ્ધ સ્વરૂપે બિરાજમાન છે તે જ પ્રમાણે આપણા શરીરમાં સર્વકર્મથી રહિત એવો સિદ્ધ સ્વરૂપી ૧૪ રાજ પ્રમાણ વિસ્તાર પામે તેટલા અસંખ્ય પ્રમાણ આત્મ પ્રદેશોવાળો મારો આત્મા રહેલો છે. તે પ્રમાણે આપણે આપણા આત્માને જોનારા-માણનારા થઈએ ત્યારે આપણું ભેદજ્ઞાન તત્ત્વ-સ્વરૂપનું કહેવાય. આવા પ્રકારના ભેદજ્ઞાન માટે જ 312 | નવ તત્ત્વ

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338