Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 332
________________ ૨) ઇંદ્રિયાતીત પરિણામ: શુદ્ધાત્મ પ્રદેશની અવસ્થા. કર્મની આધીનતાને કારણે જ્ઞાન પરિણામ ઇંદ્રિયો વડે શેયને જાણવાનું અલ્પ અશુદ્ધ કાર્યકરતા હતા. હવે ઘાતિ કર્મના ક્ષયથી રૂપી અરૂપી શેયને જાણવા ઇંદ્રિયોની જરૂર નહીં પણ સીધા અરૂપી આત્મ પ્રદેશોથી પ્રગટેલા જ્ઞાન ગુણ વડે જાણવાનું કરે અર્થાત્ નામ કર્મના નાશથી આત્મા દ્રવ્યેન્દ્રિયથી પણ અતીત થવા રૂપ, આધાર રહિત માત્ર અરૂપી આત્મ પ્રદેશોમાં પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય અને તે ઇંદ્રિયાદિ કોઈની સહાય વિના સીધા આત્માના સર્વ પ્રદેશોથી (સર્વતક્ષs: સિદ્ધ) રૂપી-અરૂપી સર્વ શેયને જ્ઞાનના પરિણામો વડે જાણે. સદા માટે ઇંદ્રિયોની પરાધીનતા છૂટી જાય. ૩) આનંદ પરિણામ: અનાદિકાળથી અઘાતિ મોહનીય કર્મના ઉદયરૂપ આત્મા જે કષાય પરિણામ વતિ હિંસા પરિણામ હતો તે નાશ પામી અહિંસા પરિણામ પ્રગટ થાય અથવા નુષતિ માત્માનું જે આત્માને આકુળ વ્યાકુળ, અપ્રસન્નતા, અસમાધિ, અતૃમિ, તૃષ્ણારૂપ પરિણામ હતા તે સર્વથા દૂર થઈ આત્માનો પ્રસન્ન, આનંદ પરિણામ પ્રગટ થાય. જીવ સરોવર વાધો આનંદઘન રસપૂર સર્વથાકષાય ભાવ જવાથી આત્મામાં આનંદના પૂર મોજાં એક સરખાં ઓટ રહિત વૃદ્ધિ પામવા માંડે. ૪) વીતરાગતા પરિણામ: કષાયની સાથે લેગ્યા રૂપ અશુદ્ધ પરિણામો ભળવાથી આત્મામાં વિવિધ પ્રકારની લાગણીઓ જે તે તરતમતા/ઓછી વસ્તી થવારૂપ હવે પરિણામોમાં સર્વથા દૂર થવાથી આત્મા હવે સદા વીતરાગ શુભ-અશુભ-પ્રશસ્તાદિ બધા જ પ્રકારની લાગણીથી રહિત માત્ર તટસ્થ વીતરાગ. સર્વ જીવોની એક દષ્ટિ સમદષ્ટિ જોનાર અને અનુભવનાર અને પુદ્ગલ રાશિ પ્રત્યે ઉદાસીન પરિણામ રૂપ સમ પરિણામ સદા માટે પ્રગટ થાય અર્થાત્ જ્ઞાનાનંદે પૂરણ પાવનો વર્જિત સકલ ઉપાધિ સર્વ ઉપાધિથી રહિત માત્ર વીતરાગ સ્વભાવ દશામાં જ રમનાર હોય. અજીવ તત્ત્વ 315

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338