Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 326
________________ છતાં કર્માધીન જીવના સામાન્ય જ્ઞાનમાં રૂકાવટ કરનારા હોય. જ્યાં સુધી એક પણ નિદ્રાનો ઉદય હોય ત્યાં સુધી પ્રમાદ ગણાય. ઋષભ પ્રભુ અપ્રમત્તપણે સાધના કરવા છતાં હજાર વર્ષ સંયમ જીવનના સાધનાકાળમાં ૧ દિવસ (અહોરાત્ર) પ્રમાદ કાળ અને વીરપ્રભુને ૧રા વર્ષ સાધનાકાળમાં બે ઘડી પ્રમાદકાળ થયો. ૬ઠ્ઠા ગુણ સ્થાનકે પ્રમાદ હોય ત્યાં સુધી થિણદ્ધિ-ત્રિકનો ઉદય હોય વિશેષથી પ્રમાદ આવી શકે. ૬ઠ્ઠાના અંતે વિચ્છેદ, ૭મે ગુણઠાણે નિદ્રા-દિકનો ઉદય હોય, ૧રમા ગુણ સ્થાનક સુધી હોય ત્યાં સુધી જ્ઞાનની પૂર્ણતા ન થાય અર્થાત્ ત્યાં સુધી કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ ન થાય. ૮) મિથ્યાત્વ પરિણામઃ ક્ષાયિક સમ્યક દર્શન એક જ આત્માનો પરિણામ છે. તેના વિના જ્ઞાન શુદ્ધિની શરૂઆત થતી નથી. દર્શન-મોહના ઉદયથી જ્ઞાન મિથ્યા રૂપે થાય અને સાથે-સાથે આત્માની રુચિ સ્વભાવથી પરાક્ષુખ બની પુદ્ગલ સ્વભાવ તરફી બને છે. મિથ્યાત્વનો ઉદય આત્માના મહાઅનર્થનું મુખ્ય કારણ છે ત્યાં સુધી તેનું પરિભ્રમણ ચાલુ રહે છે તેના અભાવ વિના દયા-દાનાદિ બધા ગુણો તાત્ત્વિક બનતા નથી અર્થાત્ તે આત્માના હિતના કારણભૂત બને નહીં. 'वरं ज्वाला अग्निकुले क्षिप्तो देहिनात्मना हुताशने। नतु मिथ्यात्व संयुक्तं, जीवितव्यं कदाचन।।' (અભિનવ ઉ.પ્ર.) અગ્નિમાં પડીને મરવું સારું પણ મિથ્યાત્વ સહિત જીવન જીવવું યોગ્ય નથી, કેમ કે અગ્નિ આદિ એક વખત મારે જ્યારે મિથ્યાત્વ જન્મોજન્મ મારે આથી પ્રથમ જિનાજ્ઞા – મિષ્ઠ પરિદ્દિા ક્ષાયિક સમ્યગદર્શન એક શુદ્ધ આત્મ પરિણામ અર્થાત્ સર્વજ્ઞકથિત સર્વજોયનો હેયોપાદેય રૂપ રુચિ પૂર્વક સ્વીકાર રૂપ આત્મ પરિણામ છે. દર્શનમોહના ઉદયથી તત્ત્વના અસ્વીકારરૂપ અને તત્ત્વરુચિમાં વિપર્યાસ રૂપ મિથ્યાત્વ પરિણામ પ્રગટ થયો. અજીવ તત્ત્વ 309

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338