Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 324
________________ મોક્ષયોગની પૂર્ણતા ધ્યાન યોગમાં થાય. ધ્યાનયોગથી નિર્જરા થાય. ધ્યાનયોગ માટે ક્રિયાયોગ અને જ્ઞાનયોગ બંનેનો સમન્વય જરૂરી. બે ક્રિયાયોગ અને ત્રણ જ્ઞાનયોગ. શુદ્ધ જ્ઞાનયોગથી ધ્યાનયોગ સફળ થાય. પ્રથમ ક્રિયાયોગની સ્થિરતારૂપ ધ્યાન, પછી ઉપયોગરૂપ સ્થિરતા ધ્યાનથી નિર્જરા થાય. ૬) જ્ઞાન પરિણામ: આત્મામાં વિશેષ જ્ઞાન રૂપે માત્ર એક જ પરિણામ છે, તે કેવલજ્ઞાન. તેના બદલે કર્મના આવરણે અર્થાત્ હવે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી શુદ્ધાશુદ્ધ મિશ્ર પરિણામ રૂપ અર્થાત્ જેટલા અંશે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમથી જ્ઞાન પ્રગટે સાથે મિથ્યાત્વનો જેટલો ઉદય ચાલુ હોય તેટલું તે જ્ઞાન અશુદ્ધ કહેવાય. અર્થાત્ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાશે. મિથ્યાત્વનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થાય અર્થાત્ સમ્યત્વનો પરિણામ પ્રગટ થાય તો તે જ જ્ઞાનને મતિશ્રુત-અવધિજ્ઞાન કહેવાશે. અર્થાત્ મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી - મતિજ્ઞાન શ્રુત જ્ઞાનાવરણીયના - શ્રત જ્ઞાન અવધિજ્ઞાનાવરણીયના “ – અવધિ જ્ઞાન મન:પર્યવ જ્ઞાનાવરણીયના - મન:પર્યવ જ્ઞાન ઉપરના ચાર જ્ઞાન ક્ષયોપશમરૂપે હોય. કેવલ જ્ઞાનાવરણીયના સંપૂર્ણ ક્ષયથી - કેવલ જ્ઞાન પ્રગટ થાય. જે ક્ષાયિક હોય તે કાયમી રહે. જ્ઞાનને મલિન કરનાર ‘દર્શન મોહનીય’ નો ઉદય છે ત્યાં સુધી જ્ઞાન શુદ્ધ ન થાય અને ચારિત્ર મોહનો ઉદય હોય ત્યાં સુધી જ્ઞાન પૂર્ણ ન થાય. આથી પૂર્વના મતિ આદિ ત્રણ જ્ઞાનમાંથી દર્શન મોહ દૂર થવાથી તે જ્ઞાન શુદ્ધ થાય પરંતુ જયાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી તે ત્રણ જ્ઞાન મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ (અવધિ) જ્ઞાન કહેવાય. “ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે તે પૂર્ણન થવાથી ક્ષયોપશમ રૂપ છે. જ્યારે કેવલજ્ઞાન પૂર્ણ છે અંતરાય વિનાનું માટે તે પ્રગટ થયા પછી તેના માટે ઉપયોગ મૂકવાની જરૂર નહીં. સહજ ઉપયોગ ચાલુ જ રહે. જ્યારે બાકીના જ્ઞાનમાં ઉપયોગ મૂકવો પડે. કેમકે વીર્યન્તરાય કર્મ પૂર્ણ ક્ષય ન અજીવ તત્ત્વ | 307

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338