Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 322
________________ અસંખ્ય વર્ષવાળા મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિયને ૪ લેડ્યા હોય. (દ્રવ્ય-ભાવ) સંમૂર્છાિમ મનુષ્યો તથા સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચોને પ્રથમ ત્રણ અશુભ લેશ્યા હોય. ગર્ભજ મનુષ્ય સંખ્યાત વર્ષવાળાને ૬ લેશ્યા હોય તથા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચને પાંચ લેયા હોય (શુકલ નહીં.) તેજોલેશ્યા ૩ રીતે પ્રાપ્ત થાય (પન્નવણાના આધારે) ૧) આતાપનાથી ર) શાંતિ-ક્ષમા (ક્રોધના નિગ્રહથી) ૩) તપથી. દેવો પણ તેજોલેશ્યા છોડી શકે. છોડેલા પુદ્ગલો અચિત્ત હોય. ઈશાને બલિચંચા રાજધાની તરફ દષ્ટિ કરી, રાજધાની અંગારા જેવી થઈ ગઈ. લેશ્યાથી આત્મિક-શારીરિક લાભ? દુર્ગતિથી બચવા અને આત્મિક લાભ માટે લેશ્વાના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. અશુભ લેશ્યાઓથી બચવા કષાયો શાંત પડે (પાંડે) તેથી આત્મ ધ્યાનરમણતા સહજ થાય, રોગો પણ નાશ પામે, માનસિક શાંતિ થાય. વૈજ્ઞાનિકોએ શોધ કરી છે મનુષ્યને રોગ ઉત્પન્ન થાય તેના ત્રણ મહિના પૂર્વે શરીર પર તેનું આભામંડળ ઉતરે છે. ધીમે ધીમે તેની અસર સ્થૂલ દેહમાં દેખાય, દેવોને આયુષ્યના છ મહિના પૂર્વે શરીરની ક્રાંતિ-તેજ ક્ષીણ થવા માંડે. આ શરીરમાં રહેલી ગ્રંથિઓ ભય, કલેશ, ઈર્ષા, દ્વેષાદિથી વિકૃત બને છે. જ્યારે મનમાં અનિયત (અશુભ) ભાવના જન્મ (લેશ્યા, ત્યારે એડ્રીનલ ગ્લેન્ડગ્રંથિને જોરથી કામ કરવું પડે તેથી તે થાકી જાય છે ત્યારે આપણામાં આવેગ અને અશુભ સંસ્કારો જાગે છે. ત્યારે ગ્રંથિઓ પર ઘણો ભાર પડે છે અને અનેક અનર્થો સર્જાય છે. ૫) યોગ પરિણામ: મોક્ષે યોનનાર્ યો યુક્યો તિ યોગા = જોડાવું. આત્મા સત્તાએ શુદ્ધ એવો અયોગી છે. પુદ્ગલના યોગથી રહિત છે પણ અનાદિથી આત્મા કર્માદિ પુદ્ગલની સાથે જોડાયેલો એવો તે સંસાર યોગરૂપ બની ગયો છે. અર્થાત્ સંસારી જીવને કર્યગ્રહણ રૂપ યોગ દ્વારા વિભાવ સ્વરૂ૫/સ્વભાવ અજીવ તત્ત્વ | 305

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338