Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 320
________________ તેનો નાશ ન થાય તો તે સંસારી જીવને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. જીવ સાથે કર્મના બંધ સમયે, પ્રત્યેક જીવમાં વર્તતી આંતરિક વૃત્તિ ભાવના લેશ્યાની પ્રગાઢતાના કારણે પુનઃ જીવમાં સર્જાય, તે સર્જાતા વેશ્યાના સંસ્કારોને “અનુબંધ' કહેવાય છે. જો અનુબંધ નાશ ન પામે તો કર્મના વિપાકકાળે પૂર્વકર્મ નિર્જરી જાય અને પૂર્વ ઉપાર્જિત અનુબંધથી નવા કર્મોનો બંધ થવા વડેકની પરંપરા ચાલુ રહે. નવા નવા કર્મોની પરંપરાને ચાલુ રાખવાને કારણે તે બીજશક્તિને અનુબંધ કહે છે. કર્મ નિર્જરા વખતે પરિણામ શુભ હોય, અધ્યવસાય પ્રશસ્ત હોય અને લેગ્યા વિશુદ્ધમાન હોય. આયુષ્ય બાંધતી વખતે જે લેગ્યા હોય તે જ પરલોકમાં જતાં ઉદયમાં આવે. કોઈ પણ લેશ્યાના પ્રથમ કે અંતિમ સમયની પરિણતિમાં જીવ પરલોકમાં ન જાય, પણ અંતર્મુહુર્ત કાળ બાકી રહે ત્યારે જ તે પરલોકમાં જાય. ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામી નરકમાં જાય તો તે નરકની લેગ્યામાં મરે અને તે જ લેગ્યામાં ઉત્પન્ન થાય. શ્રેણિગત જીવ સિવાય લેશ્યા અંતર્મુહુર્તે બદલાયા કરે. દેવ-નરકમાં દ્રવ્ય લેશ્યા નિયત હોય તે પરિણામ પામતી નથી. માત્ર દર્પણ પ્રતિબિંબ આકાર રૂપે પડે છે. તેથી ૭મી નરકમાં પણ સમકિતની પ્રાપ્તિ થાય. ભાવ લેશ્યાઓ છ હોય. મંદ પરિણામી કૃષ્ણાદિ લેશ્યા આવે તો પણ દેશ કે સર્વવિરતિનું ખંડન થતું નથી તે અપેક્ષાએ કૃષ્ણાદિ ૩ લેશ્યાઓ ૬એ ગુણ સ્થાનક સુધી હોઈ શકે પણ તીવ્રતા આવી જાય તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ પ્રથમ ગુણસ્થાનકે આવે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને છ એ લેયા: શકલ લેયાઃ જ્યારે ધ્યાનમાં (કાઉસ્સગ્નમાં) હતા ત્યારે સમતા. પધ લેવા દુર્મુખના વચન સાંભળી ક્ષોભ થયે ધ્યાન છૂટયું, જિતેન્દ્રિયપણું ગયું. તેજો લેચ્છા પુત્ર પર મમતા આવી પણ ધર્મમાં સ્થિર. કાપોત લેશયા: મારા સાધુપણામાં દુશ્મને લાભ લીધો. નીલ લેસ્થા: મારું રાજ્ય-મારા પુત્રને બચાવું-સંસાર આસકિત. કૃષ્ણ લેયા: શત્રુઓનો નાશ કરું. ત્યારે ૭મી નરકનાં દળિયાં એકઠા ક્ય. અજીવ તત્વ | 303

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338