________________
સર્વશ તત્વનું શરણ શા માટે? :
મનુષ્યભવ આત્મહિત કર્યા વિના સફળ ન થાય, આત્મહિત આત્મધ્યાન વિના ન થાય. આથી આત્મધ્યાન એ જ મનુષ્યભવનું પરમ કર્તવ્ય છે. સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે પોતાના આત્માનો નિર્ણય ન થાય તો આત્મા ધ્યાનનો અધિકારી બનતો નથી. મિથ્યાત્વના કારણે જ્ઞાનમાં ભ્રમ ઊભો કરે તેથી તે વિચારમાં ભેદ પાડે, વિપર્યાસ બુદ્ધિ અને ચારિત્રમોહ આચારમાં ભેદ પાડે, આત્માના સ્વભાવથી વિરુદ્ધ આચરણ કરાવે. આ બન્નેના ભ્રમને ભાંગવા (ભેદ પાડવા) માત્ર સર્વજ્ઞ તત્વનું જ શરણ લેવું પડે.
અનાદિકાળથી જીવે અતત્ત્વનો તત્ત્વ તરીકે સ્વીકાર કર્યો છે અર્થાત્ સર્વજ્ઞ દષ્ટિને બદલે લોક જે માને તે જ માનતો આવ્યો છે. સમગ્ર વ્યવહાર લોક પ્રમાણે ચાલે. લોક સામાન્યથી જે પ્રત્યક્ષ દેખાય તેને માને, તે પ્રમાણે કરે. ઈંદ્રિયોથી પ્રત્યક્ષ થાય તે જ્ઞાનનું પ્રમાણ કેટલું? ઈદ્રિયો માત્ર સ્થૂલ પર્યાયને જ પકડે. માત્ર સ્થૂલ બાદર સ્કંધોનું જ ઈંદ્રિયો જ્ઞાન કરે પણ સૂક્ષ્મ સ્કંધોને તો જોઈ પણ ન શકે. અલ્પ જ્ઞાન વડે વસ્તુ પ્રમાણરૂપ કઈ રીતે બને? • સર્વશ દષ્ટ પ્રમાણે પ્રમાણભૂત શાન માટે શું કરવું પડે?
ધ્યાનનાં અધિકારી બનવા પ્રમાણભૂત જ્ઞાન જરૂરી અને તે માટે દ્રવ્ય-ગુણપર્યાયથી જ્ઞાન થાય તો તે પ્રમાણભૂત બને. આથી ધ્યાનનો અધિકારી અલ્પાશે પમે ગુણસ્થાનકે બને અને ચોથે ગુણ સ્થાનકે ભેદ જ્ઞાન યથાર્થ થાય. સખ્ય દષ્ટિ કોઈપણ વસ્તુનો નિર્ણય સર્વજ્ઞ દષ્ટિ (દ્રવ્ય-ગુણ-પર્યાયથી) પ્રમાણે કરે ત્યારે તત્ત્વ નિર્ણય યથાર્થ થાય, પછી હેયોપાદેયનો વિવેક, પછી રુચિનો પરિણામ (આત્મહિત તરફ વળે). હેયને છોડવાનો પ્રણિધાન થાય પછી પ્રતિજ્ઞાપૂર્વક હેયને છોડે અને ત્યારે આત્મા ઉપાદેયમાં સ્થિરતાપ ધ્યાનનો અધિકારી બને. ધ્યાનમાં પુદ્ગલને છોડવાનું છે અને આત્મ સ્વરૂપને સ્વભાવ વડે પકડવાનું છે.
અરૂપી આત્માને પકડવા માટે દેહ-આત્માનું ભેદજ્ઞાન જરૂરી. તે માટે પુદ્ગલ દ્રવ્યનું પૂર્ણ જ્ઞાન જરૂરી અને તે માટે પુદ્ગલને દ્રવ્ય-ગુણ- પર્યાયથી સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જાણવા ઉપરાંત પુદ્ગલનાં ૧૦ પરિણામો જાણવા જરૂરી. વર્તમાનમાં આત્મા પુદ્ગલનાં ૧૦ પરિણામોમય બની ગયો છે. આત્માનું સ્વરૂપ વિકૃત થઈ ગયું છે.
158 | નવ તત્ત્વ