________________
જો આ રંગ લાગ્યો હોય તો તમને પણ અમે આત્મ જ્ઞાનનો જ રંગ લગાડી શકીએ. અમે આત્માની અનુભૂતિ કરતા હોઈએ તો જ તમને શ્રમણોપાસક બનાવી શકીએ. સાધુઓ અને શ્રાવકોની જે પરિણતિ ઘડાવી જોઈએ તે બાબતમાં વર્તમાનમાં આપણે ઘણાં જ પાછળ છીએ. માટે જ આપણે ધર્મના માત્ર બાહ્ય સાધન ને ક્રિયામાં જ અટકી ગયા છીએ. સાધનો દ્વારા આત્માએ સાધ્યની સિધ્ધિ કરવાનો લક્ષ જોઈએ તે માટે. સાધકે પ્રથમ સ્વરૂપનો નિર્ણય કરી જ લેવો પડે તે વિના સ્વભાવની સ્થિરતા નહીં અને સ્વભાવ એ જ ધર્મ છે. સ્વરૂપમાં સ્થિરતા અને સ્વભાવમાં રમણતા કરવાની છે. પુદ્ગલ દ્રવ્ય ને આત્મ દ્રવ્ય બંને પરિણામી છે. આત્મા પોતાનામાં પરિણત ન થાય તો તે અનાદિથી પરમાં તો છે જ માટે જ દેશનાનો સાર પણ એટલો જ મૂક્યો કે પર પરિણતિ સવિ વારી જી. પુદ્ગલના સંયોગ કે સંબંધમાં રહેલા આત્માએ તેમાંથી છૂટા થવું તે જ ધર્મ કહેવાય. તેને છોડવાનું, તેમાંથી છૂટા થવાનું મન ન થાય ત્યાં સુધી ધર્મની શરુઆત નથી. સમ્યગ્દર્શનનો પરિણામ આત્મામાં પ્રગટ થાય ત્યારે જ જીવનો ધર્મમાં પ્રવેશ થાય. મોક્ષની શરુઆત બીજભૂત રૂપે સમ્યગ્દર્શનથી થાય. સમ્યગ્દર્શન ગુણઠાણા થકી જીવ લહે શિવશર્ય ત્યાં સુધી આત્મા પુદ્ગલના સુખને જ સુખ માનીને તેને ભોગવશે. પુદ્ગલમાં જ્ઞાનીઓએ સુખનો ભ્રમ જ કહ્યો છે સુખ કહ્યું જ નથી. આ વાત આપણને હજી સુધી સમજાણી નથી. કષ્ટો સહન કરે છે છતાં પુદ્ગલના સુખના પરિણામને છોડી શકતો નથી. એક બાજુ આપણે તપ કરીએ અને ખાવાનું બંધ કરીએ પણ વાતાવરણનું સુખ આપણને ગમે કે શીતળતાને ભોગવવા જેવી લાગે અને પચ્છતાપ કે સાવધાન નથી તો ત્યાં અનુમોદના ખૂબ ચાલશે માટે ધર્મ નહીં, માટે આત્મ તત્ત્વ ન સમજાય ત્યાં સુધી મિથ્યાત્વ ઊભું જ છે.
પર લક્ષણ દુઃખ કહીએ, નિજ વસતે સુખ લહીએ, આતમ ઘર આતમા મે, નિજ ઘર મંગલમાળ.
શાન સુખની ખાણ છે દુખ ખાણ અજ્ઞાન. વર્ષોથી આપણે ધર્મ કરીએ છતાં આત્માનો નિર્ણય કરવાનો કોઈ લક્ષ નથી તો તે માત્ર ને માત્ર કુળાચાર જ છે. જ્ઞાનીઓએ કેવલી પ્રરૂપિત ધર્મને ધર્મ કહ્યો છે અને તેને પામવા માટે સમગ્ર વ્યવહાર મૂક્યો છે. સૂત્ર આત્માના અર્થને જણાવે અને તે અર્થને તત્ત્વ સ્વરૂપે આત્મસાત્ કરવો તે જ ખરો ધર્મ છે. આપણને સૂત્ર
અજીવ તત્ત્વ | 275