Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 308
________________ આવશ્યક વિના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા કોઈ પણ હોય, ચલાય નહીં. માટે જ પ્રભુએ કેવો સુંદર માર્ગ બતાવ્યો નિશીહિ, આવસ્યહિ વગેરે નિશ્ચયને પામવા માટે બતાવ્યા. જેનાથી આત્માનો પ્રમાદ ટળે તેને જ આવશ્યક કહેવાય. શબ્દ બદલાય ને તરત ઉપયોગ આવવો જ જોઈએ, સાધુથી લટાર મારવા જવાય નહીં. કોઈની ખબર-અંતર પૂછવા જવાય નહીં. આ વાતને જાણે તો પછી તેને મોજમઝા જ છે. એને એક જ પ્રયોજન છે કે આત્માના સ્વભાવમાં જે બાધક છે તેનાથી છૂટવાની જ પ્રવૃતિ કરવાની છે. જેમ છૂટતો જાય તેમ તેમ આનંદ માણતો જાય. હવે જો આ સ્વભાવ ને સ્વરૂપનો નિશ્ચય ન હોય તો અહીં આવીને શું કરશે? તો અહીં આવીને પંચાત કરશે અને લોકપકાર કરશે. ૨) ઇન્દ્રિય પરિણામઃ આત્મા ઈન્દ્ર છે. તેને ઈન્દ્રિયો વળગી છે. જ્યાં સુધી આત્માને કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન કરવામાં ઈન્દ્રિયો અને મનની સહાય લેવી પડશે અર્થાત્ તેની પરાધીનતા ભોગવવી પડે. ઈન્દ્રિયો પુદ્ગલના પરિણામ રૂપ છે તેના કારણે દ્રવ્યેન્દ્રિય મળી તેથી સ્વભાવ ઢંકાયો. પૂર્ણ સ્વભાવ પ્રગટે નહીં ત્યાં સુધી ઈન્દ્રિયોથી જ જાણવાનું છે. આત્માનો સ્વભાવ ૧ સમયમાં લોકાલોકને જાણવાનો છે તેની સામે ઈન્દ્રિયોથી મતિ ને શ્રુત જ્ઞાન થાય તે કેવલજ્ઞાનની સામે અંશ માત્ર છે. તું કેવલી છો ને માત્ર અત્યારે આટલા જ્ઞાનમાં બેઠો છો માટે પ્રભુ ગોતમને કહે છે પ્રમાદ ન કર. અવધિ-મન:પર્યવ જ્ઞાનનો ઉપયોગ મૂકે તો જ જાણી શકે. મતિ-શ્રુતજ્ઞાન દ્વારા પૂર્ણ જ્ઞાન ન થાય, આંશિક શુધ્ધ જ્ઞાન થાય, પ્રત્યક્ષ જ્ઞાન ન થાય, માત્ર શ્રદ્ધાથી જ સ્વીકારી શકાય અને પૂર્ણતા ન થવી એ આત્માનો પ્રમાદ છે કર્મને પરવશ બન્યા તે જ આત્માની કચાશ. પુરુષાર્થ કોને કરવાનો? ધર્મ કોને કરવાનો? જેનામાં ધર્મની પૂર્ણતા નથી તેને ધર્મ કરવાનો. અધર્મએ જ પ્રમાદ. જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટ ન થયું ત્યાં સુધી ગૌતમસ્વામીને પણ વીર પરમાત્મા પર પ્રશસ્તરાગ રૂપ પ્રમાદ નડ્યો. પૂર્ણ સ્વભાવ પ્રગટ થાય ત્યારે જ પ્રમાદ જાય. માટે જ આપણને સતત હું કેવલી છું એ વાત યાદ આવવી જ જોઈએ અને એ કર્મોથી ઢંકાઈ ગયો છે તો તેને હવે પ્રગટ કરું તે વાત આપણને જચી જવી જોઈએ. આ વાત જચતી નથી માટે આપણી બધી જ શક્તિઓ આડીઅવળી ફંટાઈ જાય છે. વાત જચી જાય પછી અજીવ તત્વ | 291

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338