Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 310
________________ સમ્યગ્દર્શન પ્રગટાવવાના મુખ્ય બે માર્ગ: ૧) જગતને સમજવાની બુદ્ધિ છે તો જીવાદિ નવતત્ત્વને સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે સમજો અને તત્ત્વથી જગતનો નિર્ણય કરો. ૨) જો બુદ્ધિ નથી-સમજવાની તાકાત જ નથી તો પછી પરમાત્માની વાતનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરો. અન્ય કોઈ વિકલ્પ નહીં. બુદ્ધિ નથી તો અહીં પણ બુદ્ધિ ન લગાડે. તો પણ સમ્યકત્વ પ્રગટ થઈ શકે છે. જેને પામવું છે. તેની માટે આ બે જ માર્ગ છે. અચિંત્ય મહિમાવાળું જિનશાસન છે છતાં આપણને કેમ ન ફળ્યું? મોહના શાસનને છોડવું નથી તો જિનશાસન કઈ રીતે ફળે? જેટલા અંશે મોહનો પરિણામ જાય તેટલા અંશે જિનશાસન ફળે. જ્યાં સુધી પોતાના ઘરમાં જ નથી આવ્યા તો સંતોષ શેનો માનવાનો? પહેલા ઘરમાં આવી જવું જોઈએ. સંસારથી છૂટવાનો ભાવ જ ન થતો હોય તો આપણે હજી સ્વઘરમાં નથી. ઘરમાં આવે પછી ચિંતા નથી, પછી આગળ વિકાસ થાય. ભવનો ભય જરૂરી છે. શરીર એ જ ભવ અને એનું જે સુખ તે મહાભય. ન થવાનું થાય તે જ ભવ. શરીર ન થવાનું હતું તે થયું અને સંસારનું સર્જન તેનાથી જ થાય. શરીરમાંથી નીકળવાનું જ મન ન થાય તો ભવ પરિભ્રમણ ચાલુ રહે. કારણભૂત અનુબંધ કર્મ બંધાય અને તે અનુબંધ નતૂટે ત્યાં સુધી લગાતાર પરંપરા ચાલશે. પ્રથમ ઘરમાં જ આવી જવાનો વિચાર કરવાનો છે. શરીર સુખદુઃખનું કારણ નથી પર સુખ-દુઃખનું કારણ મોહ છે. પુલ એ જડ છે અને આત્મા એ જીવ છે. બંને નિર્વિકારી છે છતાં વિકાર ક્યાંથી આવે? આત્મા ભાન ભૂલ્યો અને પુદ્ગલને પકડી લીધો ને તેનામાં તેને સુખની ભ્રાન્તિ થઈ માટે વિકાર આવ્યો. “પર લક્ષણને દુઃખ કહીએ, નિજ વસતે સુખ લહીએ, આતમ ઘર આભાએ, નિજ ઘર મંગલમાળ.” સુખ તો મારામાં જ છે, પણ આ નિર્ણય થાય તો. પણ આપણે બધું સુખ પરમાં જ માન્યું છે. જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી. જ્યાં રુચિનો પરિણામ ત્યાં જ વીર્ય ફોરવાશે. અપૂર્વવર્ય ફોરવવાનું છે. ગ્રંથિભેદ કરવા માટે ત્યાં અકામ નિર્જરા ન બતાવી પણ અપૂર્વ કરણ (અપૂર્વ આત્મ વીર્ય ફોરવવાનું) બતાવ્યું. નદી વોલ પાષાણ ન્યાય તો યથાપ્રવૃત્ત-કરણ વખતે બતાવ્યો. અકામ નિર્જરાથી આત્મા ગ્રંથિદેશે આવે છે. અચરમા વર્તકાળમાં પણ આત્મા ગ્રંથિદેશ સુધી આવે છે. વાણિયો વધુ મેળવવા માટે બુધ્ધિનો ઉપયોગ કરે છે. જે અજીવ તત્વ | 293

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338