Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 315
________________ હેતુભૂત પણ સ્થિતિની હેતુભૂત નથી. જેટલા પ્રમાણમાં કષાયોનો સદ્ભાવ હોય તેટલા પ્રમાણમાં દ્રવ્ય-લેશ્યાને સહાયભૂત થાય. યોગ હોય ત્યાં સુધી દ્રવ્ય-લેશ્યા અવશ્ય હોય આથી કેવલીઓને દ્રવ્ય શુકલેશ્યા અવશ્ય હોય પણ ભાવલેશ્યા હોતી નથી. આથી જ તેઓ હવે વીતરાગ કહેવાય છે. કષાયના ઉદયમાં લેગ્યા ટેકારૂપ છે અને કષાયની વૃદ્ધિમાં સહાયરૂપ છે. લેવાથી કષાયમાં તીવ્રતા થવાથી તે રસબંધમાં કારણ બને છે. જ્યાં સુધી જીવ પોતાની સત્તાગત શુદ્ધ-સિદ્ધ અવસ્થા પ્રગટન કરે ત્યાં સુધી તે સંસારી કહેવાય. આત્માની શુદ્ધ સ્વતંત્રતા સિવાયની જે કાંઈ પર અવસ્થાનો સંબંધ જીવ સાથે થાય તે સંબંધરૂપ અવસ્થા તે સંસાર કહેવાય. આવા સંયોગરૂપ અનેક સંબંધ અવસ્થા જીવને વળગેલી છે એને કારણે જીવ પોતાની પૂર્ણ અવ્યાબાધ પીડા રહિત સુખ અવસ્થાને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી દ્રવ્ય-ભાવ લેવાનો સંયોગને પણ આત્માની સંસાર અવસ્થા છે. તો તેમાંથી મુક્ત થવાનું લક્ષ જોઈએ તેમજ તેનું યથાર્થ જ્ઞાન પણ જરૂરી અને તે માટે સર્વજ્ઞ તત્વના શરણની મસલું આત્માને જરૂર. લેવા એ શું છે? લેશ્યા એ પણ પુદ્ગલ દ્રવ્ય સંયોગ છે. લેશ્વાના પુદગલો ક્યાં રહેલાં છે? આહાર ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો અને તેજસ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોના વચ્ચે લેશ્યાના પુદ્ગલો રહેલાં છે. તે પુદ્ગલો કૃષ્ણ-નીલ-કાપોતતેજો-પા-શુકલ લેશ્યાવાળા-અનંતા અનંત વર્ગણા રૂપે ૧૪ રાજલોકમાં ઠાંસીઠાંસીને ભરેલા છે. તેમાંથી કષાય અને યોગને વશ થયેલા જીવને જે જે લેગ્યાના પુગલોની જરૂર પડે તે તે વર્ગણાના પુલોને ગ્રહણ કરી તે રૂપે પરિણમે. લેવાના પગલોની જીવ પર શું અસર થાય છે? તે જીવનાવિચાર, વાણી, વર્તન,પ્રવૃત્તિરૂપબાહ્ય જગત ચેતનાને પ્રભાવિત કરે છે અને આંતરિક ભાવોની મલિનતા, પવિત્રતાની તરતમતા સૂચક છે. સંકલેશ તથા યોગાનુગત જ છે. જ્યારે ભાવલેશ્યા વર્ણાદિ રહિત જીવનાં શુભાશુભ પરિણામરૂપ છે. 298 | નવ તત્ત્વ

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338